મારુતિની આ કાર નવા ફીચર્સ, હાઇ સ્પીડ એલર્ટ અને નવા કલરમાં થઈ લોન્ચ, જાણો કિંમત
આ કારની સીધી સ્પર્ધા ટાટાની સફળ એસયુવી ટાટા નેક્સઑન સાથે થશે. ટાટાએ પણ નેક્સઑનના એએમટી વર્ઝનને થોડા સમય પહેલા જ લોન્ચ કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી કારમાં 1.3 લીટર ફોર સિલિન્ડર ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. જે 88.8bhpનો પાવર અને 200Nmનો ટોર્ક જનરેટ કરે છે. કંપનીના દાવા મુજબ મેન્યુઅલ વેરિયન્ટ 24.3 kplની માઇલેજ આપે છે.
બ્રેઝાના ઈન્ટિરિયરમાં પણ બ્લેક ડેશબોર્ડની સાથે બ્લેક થીમ આપવામાં આવી છે. આ ઉપરાંત નવી કારની ઓવરઓલ ડિઝાઇન મેન્યુઅલ વેરિયન્ટ જેવી જ રાખવામાં આવી છે.
નવી મારુતિ વિટારા બ્રેઝા AMTમાં ડ્યુઅલ એરબેગ્સ અને ABS જેવા સ્ટાન્ડર્ડ સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે. મારુતિ વિટારા બ્રેઝા એએમટીના ટોપ વેરિયન્ટમાં ગ્લોસ બ્લેક ફિનિશની સાથે નવા અલોય વ્હીલ આપવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ ભારતની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ પોતાની સફળ SUV વિટારા બ્રેઝાના એએમટી વેરિએન્ટને લોન્ચ કરી દીધું છે. આ કારની કિંમત 8.54 લાખથી 10.49 લાખ રૂપિયા (એક્સ શો રૂમ દિલ્હી) સુધીની રાખી છે.
એએમટી ઓપ્શન બ્રેઝાના ચાર વેરિએન્ટમાં આપવામાં આવશે. જેમાં VDi, ZDi, ZDi+ અને ZDi+ ડ્યૂઅલ ટોન છે. કારના ઇન્ટિરિયર અને એક્સ્ટિરિયરમાં બદલાવ કરવામાં આવ્યો છે. તેમજ ઓટુમ્ન ઓરેન્જ કલર ઓપ્શન પણ ઉમેરવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -