દેશની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટનો 77 ટકા હિસ્સો વોલમાર્ટે ખરીદ્યો
ગયા વર્ષે ભારતમાં ઈ-કોમર્સ સેલ્સ 21 અબજ ડોલર કરતા પણ વધુ હતું. ફ્લિપકાર્ટ મોબાઈલ ફોનથી લઈને ટીવી, જ્યુસર તેમજ શુઝ, સોફા, બ્યુટિ પ્રોડક્ટ જેવી અનેક વસ્તુઓ ઓનલાઈન વેચે છે. સામે પક્ષે તેની હરિફ એમેઝોન પણ ફ્લિપકાર્ટ જેવી પ્રોડક્ટ્સ ઓફર કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફ્લિપકાર્ટની કટ્ટર હરિફ એમેઝોન પણ તેને ખરીદવા માટે રેસમાં હતી, જોકે તેના કરતા વોલમાર્ટ આ રેસમાં આગળ હતી. એક્સપર્ટ્સનું માનીએ તો, આ ડીલ દુનિયાની સૌથી મોટી ઈ-કોમર્સ ડીલ છે, જે વોલમાર્ટને ભારત જેવા વિકસતા બજારમાં એમેઝોનથી પણ આગળ લાવી દેશે.
વોલમાર્ટ ફ્લિપકાર્ટમાં વધારાના બે અબજ ડોલર રોકવા પણ આયોજન ધરાવે છે, જેનો હેતુ કંપની પર તેની પકડ વધારવાનો છે. અગાઉ સોફ્ટબેંકે જાહેર કર્યું હતું કે, વોલમાર્ટ અને ફ્લિપકાર્ટ વચ્ચે સોદો થઈ ગયો છે. સોફ્ટબેંકના સીઈઓ માસાયોશી સને કહ્યું હતું કે, સોફ્ટબેંકનો ફ્લિપકાર્ટમાં હિસ્સો વધીને 4 અબજ ડોલર થયો છે.
ફ્લિપકાર્ટના કો-ફાઉન્ડર અને ગ્રુપ સીઈઓ બિન્ની બંસલે જણાવ્યું હતું કે, આ રોકાણ ભારતનું મહત્વ દર્શાવે છે, તેનાથી અમે ખરીદદારો અને વેચાણકારો વચ્ચે મજબૂત કનેક્શન સ્થાપી રિટેલ બિઝનેસનો એક નવો અધ્યાય શરૂ કરી શકીશું.
વોલમાર્ટના સીઈઓ અને પ્રેસિડેન્ટ ડોઉંગ મેકમિલને જણાવ્યું હતું કે, ભારત દુનિયાનું સૌથી આકર્ષક રિટેઈલ માર્કેટ છે, તેના કદ અને ગ્રોથ રેટને જોતા ફ્લિપકાર્ટમાં રોકાણ કરવું અમારા માટે એક તક સમાન છે. મેકમિલન હાલ ભારતમાં છે, અને તેઓ આ સોદા અંગે ટૂંક જ સમયમાં સરકારી અધિકારીઓને મળે તેવી પણ શક્યતા છે.
નવી દિલ્હી: દેશની સૌથી મોટી ઈ-કોર્મસ કંપની ફ્લિપકાર્ટને વોલમાર્ટે ખરીદી લીધી છે. સોફ્ટબેંકના મુખ્ય કાર્યકારી અધિકારી મસાયોશી સને આજે તે વાતની પુષ્ટી કરી હતી. દિગ્ગજ કંપની વોલમાર્ટ ભારતની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટમાં 77 ટકા હિસ્સો ખરીદવાની ડીલ ફાઈનલ કરી દીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -