મોંઘી થઈ ગઈ મારુતિની તમામ કાર, જાણો હવે કેટલી વધારે રકમ ચૂકવવી પડશે
વિતેલા વર્ષે મોટાભાગના કાર કંપનીઓ જેમ કે હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, નિસાન, ટોયોટા, રેનો, મર્સિડીઝ બેન્ઝ ઇન્ડિયા અને ટાટા મોટર્સે એક જાન્યુઆરીથી પોતાની કારની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. કંપનીઓનું કહેવું હતું કે, ઇનપુટ કોસ્ટ વધવા અને વિદેશી વિનિમય મોંઘું થવાને કારણે કિંમતમાં વધારો કરવો પડ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોમોડિટી, ટ્રાન્સપોર્ટેશન તથા વહીવટી ખર્ચમાં થયેલાં વધારાને પહોંચી વળવા કારની કિંમતોમાં વધારો કરાયો હોવાનું કંપનીએ જણાવ્યું હતું.
કંપની હેચબેક અલ્ટો 800થી લઈને પ્રીમિયમ ક્રોસઓવર એસ-ક્રોસ સુધીની રૂપિયા 2.45 લાખથી 12.03 લાખ(એક્સ-શોરૂમ, દિલ્હી)ની કિંમતના વાહનોનું વેચાણ કરે છે. ગત વર્ષે ઓગસ્ટમાં મારુતિ સુઝુકી ઈન્ડિયાએ તેની કોમ્પેક્ટ એસયુવી વિતારા બ્રીઝાની કિંમતમાં રૂપિયા 20,000 તથા પ્રીમિયમ હેચબેક બલેનોની કિંમતમાં રૂપિયા 10,000નો વધારો કર્યો હતો. કેટલાંક પસંદગીના મોડેલમાં રૂપિયા 1,500થી રૂપિયા 5,000નો ભાવ વધારો કરાયો હતો.
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએ શુક્રવારે પોતાની તમામ કારની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ વધારો 8014 રૂપિયા સુધીનો કરવામાં આવ્યો છે. નવી કિંમત તાત્કાલીક પ્રભાવથી લાગુ થઈ ગઈ છે. મારુતિ સુઝુકી ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું કે, તમામ મોડલની એક્સશોરૂમ દિલ્હી કિંમતમાં 1500થી 8014 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -