Jio બાદ Airtel લોન્ચ કરશે VoLTE આધારિત સર્વિસ, 12-18 મહિનામાં થશે શરૂ
વિતેલા વર્ષે નવેમ્બર મહિનામાં એરટેલે સમગ્ર દેશમાં VoLTE આધારિત સર્વિસ આપવા માટે નોકિયા સાથે સમજૂતી કરી હતી. બન્ને કંપનીઓની વચ્ચે આ ટેકનીક માટે 6 કરોડ ડોલર (420 કરોડ રૂપિયા)માં ડીલ થઈ હતી. કહેવાય છે કે, VoLTE ટેકનીકને લાગુ કરવામાં નોકિયા એરટેલની મદદ કરશે. આ પહેલા એરટેલે 9 સર્કલ અને 4જી સર્વિસ પ્રોવાઈડ કરવા માટે નોકિયાની સાથે 23 કરોડ ડોલરની ડીલ કરી હતી.
VoLTE એક એવી ટેકનીક છે જે વોયસ કોલિંગ અને ડેટા બન્નેની સુવિધા એક જ સ્પેક્ટ્રમ બેન્ડ પર આપે છે, તેના માટે સ્વિચ કરવાની જરૂર નથી પડતી.
તમને જણાવીએ કે રિલાયન્સ જિયોનું આખું નેટવર્ક 4જી પર તૈયાર કરવામાં આવ્યું છે અને કંપની ગ્રાહકોને અનલિમિટેડ VoLTE સર્વિસ આપી રહી છે. જ્યારે ભારતી એરટેલ સર્કિટ સ્વિચ ટેકનીકનો ઉપયોગ કરી રહી છે અને તેના વોયસ કોલિંગ 2જી પર થાય છે.
રિલાયન્સ જિયો હાલમાં એકમાત્ર એવી કંપની છે જે VoLTE ટેકનીકની સુવિધા આપી રહી છે. રિલાયન્સ જિયોનું આખું નેટવર્ક આ જ ટેકનીક પર કામ કરી રહ્યું છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, 2જી, 3જી નેટવર્ક હોવાને કારણે ભારતી એરટેલ VoLTE આવ્યા બાદ રિલાયન્સ જિયોને પાછળ છોડી દેશે, જોકે VoLTE કામ ન કરવાની સ્થિતિમાં એરટેલનું નેટવર્ક સ્વિચ થઈ જશે.
એરટેલના એમડી અને સીઈઓ ગોપાલ વિટ્ટલે કહ્યું કે, આવનારા 12-18 મહિનામાં મુખ્ય માર્કેટ અને મોટા શહેરમાં VoLTE ટેકનીક શરૂ થઈ જશે. અમે અમારા નેટવર્કને VoLTE માટે ફ્યૂચર-પ્રૂફ બનાવી રહ્યા છીએ. વિતેલા ક્વાર્ટરમાં એરટેલે તમામ 22 સર્કલમાં પોતાની 4જી ડેટા સર્વિસ શરૂ કરી છે.
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની ભારતી એરટલે હવે રિલાયન્સ જિયોને તેની જ ભાષામાં ટક્કર આપશે. ભારતી એરટેલે પણ જિયોની જેમ જ VoLTE (વોયસ ઓવર LTE) ટેકનીક તરફ આગળ વધવાનો નિર્ણય કર્યો છે. હાલમાં જ મળેલ એક બેઠકમાં ટોપ એક્ઝિક્યૂટિવે જણાવ્યું કે કંપની 12-18 મહિનાની અંદર મુખ્ય માર્કેટમાં આ ટેકનીકનો ઉપયોગ શરૂ કરી દેશે.