મુકેશ અંબાણી ફરી બન્યા ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ, જાણો એક વર્ષમાં કેટલી સંપત્તિ વધી
આ યાદીમાં દસમાં નંબર પર સાયરસ પુનાવાલા છે. તેમની કુલ સંપત્તિ 8.6 બિલિયન ડોલર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ યાદીમાં કુમાર મંગલમ બિરલા નવમાં ક્રમ પર છે. તેમની કુલ સંપત્તિ 8.8 બિલિયન ડોલર છે.
આ યાદીમાં એચસીએલના શિવ નાદર આઠમાં ક્રમ પર છે. તેમની કુલ સંપત્તિ 11.4 બિલિયન ડોલર છે.
આ યાદીમાં ગોદરેજ પરિવાર સાતમાં ક્રમ પર છે. તેમની કુલ સંપત્તિ 12.4 બિલિયન ડોલર છે.
આ યાદીમાં લક્ષ્મી મિત્તલ છઠ્ઠા ક્રમ પર છે. તેમની કુલ સંપત્તિ 12.5 બિલિયન ડોલર છે.
આ યાદીમાં પલ્લોનજી મિસ્ત્રી પાંચમાં નંબર પર છે. તેમની કુલ સંપત્તિ 13.9 બિલનય ડોલર છે.
આ યાદીમાં વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજી ચોથા નંબર પર છે. તેમની કુલ સંપત્તિ 15 બિલિયન ડોલર છે.
આ યાદીમાં ત્રીજા ક્રમ પર હિન્દુજા બ્રધર્સ છે. તેમની કુલ સંપત્તિ 15.2 બિલિયન છે જે ગત વર્ષે કુલ 14.8 બિલિયન ડોલર હતી.
આ યાદીમાં સન ફાર્મના ચેરમેન દિલીપ સંઘવી બીજા નંબર પર રહ્યા છે. તેમની કુલ સંપત્તિ 16.9 બિલિયન ડોલર છે. ચાલુ વર્ષે તેમની સંપત્તિમાં ગત વર્ષની સરખામણીએ કુલ 1.1 બિલિયન ડોલરનો ઘટાડો નોંધાયો છે.
સિંગાપોરઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ફરી એક વખત ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ બની ગયા છે. ફોર્બ્સ દ્વારા હાલમાં જ બહાર પાડવામાં આવેલ અહેવાલ અનુસાર મુકેશ અંબાણી 22.7 બિલિયન ડોલર સાથે ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે. છેલ્લા 12 મહિનામાં કંપનીના સ્ટોકમાં 11 ટકાનો ઉછાળો આવતા મુકેશ અંબાણીની સંપત્તિ ગત વર્ષના 18.9 બિલિયન ડોલરથી વધીને 22.7 બિલિયન ડોલરે પહોંચી છે. હાલમાં જ રિલાયન્સ દ્વારા જિઓ લોન્ચ કરતા કંપનીના સ્ટોકમાં ઉછાળો જોવા મળ્યો છે ઉપરાંત ટેલીકોમ ક્ષેત્રમાં ઘમાસાન મચી ગયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -