PICS: મુકેશ અંબાણીની આ ભાણીના છે લગ્ન, જાણો ક્યા ગુજરાતી અબજોપતિ સાથે પરણશે
(જમણેથી) ઈશેતા, સોનમ કપૂર ઈવેંટમાં અન્ય મહેમાનો સાથે
મુકેશ અંબાણીની બહેન દિપ્તીએ મુંબઈમાં 1978માં અંબાણી પરિવાર સાથે એક જ બિલ્ડીંગમાં રહેતા સલગાંવકર પરિવારના દત્તારાજ સાથે લવ મેરેજ કર્યાં છે. દત્તારાજ દેશની સૌથી જાણીતી ફૂટબોલ ટીમના માલિક છે, તેમજ ગોવા અને વિદેશમાં અનેક રિપોર્ટ અન્ય બિઝનેસ ધરાવે છે. ઈશેતા મુકેશ અંબાણીની બહેન દિપ્તી અને બનેવી દત્તારાજની એકમાત્ર પુત્રી છે.
થોડા દિવસો પહેલા જ અંબાણી પરિવારે મુંબઈ ખાતેના ભવ્ય ઘર એંટિલિયામાં ભાણી ઈશેતા સલગાંવકરના લગ્નની પ્રિ-વેડિંગ પાર્ટી આપી હતી. ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની બહેન દિપ્તી દત્તરાજ્ સલગાંવકરની પત્ની છે. દિપ્તી અને દત્તરાજ સલગાંવકરની પૂત્રી અને મુકેશ અંબાણીની ભાણી ઈશેતા સલગાંવકરના લગ્ન ગોવામાં 4 ડિસેમ્બરના રોજ ગોવામાં થવા જઈ રહ્યા છે.
ઈશેતાના લગ્ન જેની સાથે થવા જઈ રહ્યા છે તે નિશલ મોદી મૂળ ગુજરાતી બિઝનેસમેન નિરવ મોદીનો નાનો ભાઈ છે. નિરવ મોદી ફાયરસ્ટાર ડાયમન્ડના ચેરમેન છે. 11.47 હજાર કરોડના માલિક નિરવ મોદી ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં 71માં નંબર પર છે. જ્યારે નિશલ મોદી ફાયરસ્ટાર ડાયમન્ડ કંપનીમાં ડાયમંડ ડીવિઝનમાં સીઈઓ છે.
ઈશેતા સલગાંવકર હફીંગ્ટન પોસ્ટ ઈન્ડિયા એડિશનમાં એડિટર-એટ-લાર્જ છે, ઈશેતા ગોવાનાં આર્ટ ફેસ્ટિવલ, સાહિત્ય અને વિચારો જેવા કાર્યક્રમમાં એક્ઝિક્યુટિવ નિર્માતા તરીકે કામ કરી ચૂકી છે. ઈશેતાએ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં બેચલર ઓફ આર્ટ્સની ડીગ્રી લીધી છે. ગ્રેજ્યુએશન સ્કુલ ઓફ જર્નાલિઝમ કોલમ્બિયા યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ સાયન્સ કર્યું છે. ઈશેતાએ VOGUE, વોલ સ્ટ્રીટ જર્નલના ઈન્ડિયા રિયલ ટાઈમ બ્લોગ જેવા અનેક પબ્લિકેશનમાં ફાળો આપ્યો છે.