2019 Kawasaki Ninja 1000 બાઇક ભારતમાં થઇ લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ
જો કે, જૂના મોડલની તુલનામાં ટેકનીકલી રીતે આ નવી બાઇકમાં કોઈજ ફેરફાર કરવામાં આવ્યો નથી. ગ્રાહકો માટે બ્લેક અને ગ્રીન બે કલર ઓપ્શનમાં ઉપલબ્ધ રહેશે. આ બાઇકની દિલ્હી એક્સ શોરૂમ કીમત 9.99 લાખ રૂપિયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ બાઇકમાં 19 લીટર ફ્યૂલ ટેન્ક આપવામાં આવી છે. દેશમાં કાવાસાકી ડીલરશિપ પર તેની બુકિંગ શરૂ કરી દીધી છે, માર્કેટમાં આ બાઈકની ટક્કર BMW S 1000 R, Suzuki GSX S1000 અને Ducati SuperSport સાથે રહશે.
Ninja 1000 માં 1043cc ઇન-લાઇન, ચાર સિલિન્ડર, લિક્વિડ કૂલ્ડ એન્જીન આપવામાં આવ્યું છે. આ એન્જીન 140bhp પાવર અને 111Nm ટોર્ક ઉત્પન્ન કરે છે.તેનાથી ટ્રાંસમિશન માટે 6 સ્પીડ ગિયરબોક્સથી જોડવામાં આવી છે.
આ બાઇકમાં ABS અને થ્રી સ્ટેજ ટ્રેક્શન કંટ્રોલ આપવામાં આવ્યું છે. બીજા ફીચર્સની વાત કરીએ તો તેમા ડ્યૂઅલ એલઈડી હેડલેપ્મ, ચિન સ્પોયલર અને સ્લિપર ક્લચ છે. બાઇકની વજન 239 કિલો છે.
Kawasaki Ninja 1000 બાઇકને સેમી નોક્ડ-ડાઉન યૂનિટ(SKD) ઇન્પોર્ટ કરવામાં આવે છે અને પૂણે સ્થિત પ્લાન્ટમાં અસેમ્બલ કરવામાં આવે છે.
નવી દિલ્હી: ઇન્ડિયા કાવાસાકી મોટર્સે 2019 Kawasaki Ninja 1000 ભારતમાં લોન્ચ કરી દીધી છે. આ નવી બાઇકની કીમતમાં કોઈજ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ બાઇકમાં કેટલાક કોસ્મેટિક ફેરફાર કરીને લોન્ચ કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -