મારુતિની એસ ક્રોસ અને હ્યુન્ડાઈની ક્રેટાને ટક્કર આપવા નિસાન લોન્ચ કરશે આ કાર, જાણો વિગત
નિસાનની આ કારની બોડી ગ્રેવિટી ફિલિક એનર્જી એબ્ઝોર્પ્શન બોડી સ્ટ્રક્ચર સાથે તૈયાર કરવામાં આવી રહી છે. જેનાથી તે ભારતીય સડકો પર સરળતાથી દોડી શકશે અને સુરક્ષિત પણ રહેશે. આ ઉપરાંત તેમાં ડ્યુઅલ એરબેગ્સ, ઈબીડીની સાથે એબીએસ તથા સીટબેલ્ટ રિમાઇન્ડર જેવા ફીચર્સ સ્ટાન્ડર્ડ તરીકે આપવામાં આવી શકે છે. આ ઉપરાંત વધારે સ્પેસવાળું કેબિન તથા કનેક્ટિવિટી માટે અનેક ફીચર્સ આપવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાર્કેટમાં લોન્ચ થયા બાદ આ એસયુવીનો મુકાબલો મારુતિ સુઝુકી S-Cross, હ્યુન્ડાઇ Creta અને રેનો કેપ્ચર સાથે થશે. આ કારના ઈન્ડિયા વર્ઝનને નવા નિસાન ડિઝાઇન સેન્ટરે તૈયાર કરી છે. કંપનીના કહેવા મુજબ અનેક ઈનપુટ ભારતીય માર્કેટને ધ્યાનમાં રાખીને આપવામાં આવશે.
ઈન્ડિયન વર્ઝનમાં યુરોપિયન વર્ઝનની તુલનામાં નવી સ્ટાઇલિંગ, નવા ફીચર્સ, નવા ડાયમેંશન અને નવું પ્લેટફોર્મ જોવા મળશે. આ SUVનું ઈન્ડિયન વર્ઝન ટેરેનોના B0 પ્લેટફોર્મ પર આધારિત હશે.
Nissan Kicksને ભારતીય માર્કેટમાં પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન ઓપ્શનમાં ઉતારવામાં આવશે. આ એસયુવીમાં 1.6 લીટર ફોર સિલિન્ડર એન્જિન આપવામાં આવશે. જે 103 bhpનો પાવર જનરેટ કરશે.
નવી દિલ્હીઃ નિસાન ઈન્ડિયાએ આગામી વર્ષે લોન્ચ થનારી સબકોમ્પેક્ટ SUV Kicksનું પ્રોડક્શન શરૂ કરી દીધું છે. આ કારનું પ્રોડક્શન ચેન્નાઈ સ્થિત પ્લાન્ટમાં કરવામાં આવી રહ્યું છે. આ વર્ઝન યુરોપિયન મોડલની તુલનામાં ઘણું અલગ હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -