2000 રૂપિયાની નોટ બંધ કરવાને લઈને નાણામંત્રીએ કર્યો મહત્ત્વનો ખુલાસો...
જાણકારોનું કહેવું છે કે, કાળાનાણાં પર અંકુશ લગાવવા માટે આરબીઆઈ અર્થવ્યવસ્થામાં નાની કરન્સીનું સર્ક્યુલેશન વધુમાં વધુ કરવા માગે છે અને તેને ધ્યાનમાં રાખાત 50 રૂપિયા બાદ હવે 200 રૂપિયાની નોટ લોનચ્ કરવાની તૈયારી થઈ રહી છે. સમાચાર અનુસાર 200 રૂપિયાની 50 કરોડ નોટ બજારમાં લાવવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા નાણામંત્રી મંત્રાલય તરફથી 200 રૂપિયાની નવી નોટ લોન્ચ કરવાની જાહેરાત પણ કવામાં આવી છે. બુધવારે નાણા મંત્રાલયે 200 રૂપિયાની નવી નોટનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. નાણા મંત્રાલયના નોટિફિકેશન અનુસાર રિઝર્વ બેંક એક્ટ, 194ની કલમ 24ની ઉપ કલમ (1)ના અધિકારોનો ઉપયોગ કરતા અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની ભલામણો પર કેન્દ્ર સરકાર 200 રૂપિયાની નોટને નોટિફાઈ કરે છે. તમને જણાવીએ કે, હાલમાં જ 50 રૂપિયાની નવી સીરીઝની નોટ પણ જોવા મળી છે. તમને જણાવીએ કે, 200 રૂપિયાની આ નવી નોટ સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં તમારા હાથમાં આવી શકે છે.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર 200 રૂપિયાની નવી નોટ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે બજારમાં ચર્ચા છે કે શું 2000 રૂપિયાની નોટ બંધ થઈ જશે? કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ આ સવાલનો જવાબ આપ્યો છે. નાણામંત્રીએ કહ્યું કે, હાલમાં સરકારમાં 2000 રૂપિયાની નોટ બંધ કરવાને લઈને કોઈ ચર્ચા નથી. નાણામંત્રીના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે હાલમાં 2000 રૂપિયાની નોટ બંધ નહીં થાય.
- - - - - - - - - Advertisement - - - - - - - - -