હવે ઑનલાઇન ખરીદી પર કેશબેક-ડિસ્કાઉન્ટ નહીં મળે, સરકારે બદલી ઈ-કૉમર્સ પૉલિસી
સરકાર દ્વારા ઓનલાઇન કંપનીઓને લઇને જારી કરેલા નિર્દેશ 1 ફેબ્રુઆરી 2019 થી લાગુ થશે. સરકારના આ પગલાથી ઓફલાઇન કંપનીઓમાં સમાનતા જોવા મળી શકે છે. નવા નિયમો બાદ હવે કોઈ પણ કંપનીમાં જો ઈ કોમર્સ કંપનીની ભાગીદારી છે તો તે કંપનીઓ પોતાના કે સબ્સિડિયરીઝનો માલ વેચી શકશે નહીં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હી: હવે ઓનલાઇન ખરીદી પર કેશબેક અને બંપર ડિસ્કાઉન્ટ જેવી વાતો જૂની થઇ જશે. કેન્દ્ર સરકારે ઇ-કૉમર્સ કંપનીઓ પર નવા નિયમો લાગુ કર્યા છે. જેના બાદ એક્સક્લૂઝિવ ડિલ, કેશબેક જેવી વસ્તું ખતમ થઇ જશે. ઈ-કોમર્સ કંપનીઓ પોતાના પ્લેટફોર્મ પર એક્સક્લૂઝિવ પ્રોડક્સ પણ વેચી શકશે નહીં.
ઈ-કૉમર્સ કંપનીઓ વિક્રેતાઓ પર પણ દબાણ કરી શકશે નહીં અને પોતાની પ્રોડક્ટ્સ એક સાથે અનેક ઈ-કૉમર્સ પ્લેટફોર્મ પર વેચી શકશે.
ઉલ્લેખનીય છે કે ફેસ્ટિવલ જેવી સીઝન અને અન્ય અવસર પર ઈ-કૉમર્સ કંપનીઓ પોતાના હિસાબે ગ્રાહકો માટે એક્સક્લૂઝિવ વસ્તુઓ અને કિંમતો પર ભારે છૂટ આપતી હોય છે. જેના કારણે અન્ય કંપનીઓના ગ્રાહકો અને તેને મળતા નફામાં નુકસાન ભોગવવું પડે છે. એક્સક્લૂઝીવ હોવાના કારણે આ પ્રોડક્ટ માર્કેટમાં પણ કોઈ સ્ટોર પર પણ ઉપલબ્ધ હોતી નથી. એવામા ઓફલાઇન ખરીદનારાઓને નિરાશા હાથ લાગતી હતી.
સરકારે ઈ-કૉમર્સ સેક્ટર માટે પ્રત્યક્ષ વિદેશી રોકાણની નીતિ બદલી નાખી છે. જેનાથી એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી કંપનીઓને મોટો ઝટકો લાગ્યો છે. ત્યારે ઓફલાઇન વેપારીઓના ગુસ્સાને શાંત કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. જેઓ ઇ-કૉમર્સ કંપનીઓના કામથી નારાજ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -