✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હવે 7.5 લાખ રૂપિયાની આવક પર નહીં આપવો પડે કોઈ ટેક્સ, બચતની આ છે નવી ફોર્મ્યૂલા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Feb 2017 08:32 AM (IST)
1

બજેટ પ્રસ્તાવ અનુસાર નિયમોમાં ફેરફારથી 12500 રૂપિયા સુધીની રાહત બધાને મળી છે. આ શરૂઆતની રાહત ટેક્સ સ્લેબ એટલે કે 2.5થી લઈને 5 લાખ સુધીના સ્લેબમાં ફેરફાર કરવાથી શક્ય બન્યું છે. આ સ્લેબમાં આવકવેરાનો દર 10થી ઘટાડીને 5 કરવામાં આવ્યો છે. આ રીતે 2.5થી 5 લાખ રૂપિયા પર હવે 25 હજારની જગ્યાએ 12500 રૂપિયા જ ચૂકવવા પડશે.

2

વિશ્લેષકોનું કહેવું છે કે, 7.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર ટેક્સ બચાવવા માટે આ ઓપ્શન્સનો ઉપયોગ સેલેરી ક્લાસ અને બિઝનેસ ક્લાસ બન્ને કરી શકે છે. આ રીતે સેલેરી ક્લાસના લોકો અને બિઝનેસ કરતા લોકોએ 7.5 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે.

3

ઉપરાંત જો તમે હોન લોન લીધી હોય તો હોમ લોનના વ્યાજ પર 2 લાખ રૂપિયા સુધી ટેક્સમાં છૂટ મેળવી શકો છો. તેના માટે જરૂરી છે કે તમને પઝેશન મળી જાય. પરંતુ જો તમે પ્રથમ વખત ઘર ખરીદતા હો તો તમે 2.5 લાક રૂપિયા સુધી ટેક્સમાં છૂટનો લાભ લઈ શકો છો.

4

ઉપરાંત તમે ન્યૂ પેંશન સ્કીમ એટલે કે એનપીએસમાં 50 હજાર રૂપિયાનું રોકાણ કરી શકો છો. જેના પર તમને ટેક્સમાં છૂટ મળશે.

5

જો તમે 80સી અંતર્ગત 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો ટેક્સમાં છૂટ મેળવી શકો છો. 80સી અંતર્ગત તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, લાઈફ ઇન્શ્યોરન્સ અને મેડિક્લેમ પર 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો.

6

નવા ટેક્સ સ્લેબ અનુસાર 2.5 લાખથી 5 લાખની આવક પર 5 ટકા ટેક્સ લાગશે. એટલે કે 2.5 લાકની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. 3 લાખ રૂપિયાની આવક પર 50 હજાર રૂપિયા પર 5 ટકા પ્રમામે 2500 રૂપિયા ટેક્સ થાય. પરંતુ 3.5 લાખની આવક પર 2500 રૂપિયાની ટેક્સમાં છૂટ મળી છે. આમ 3 લાખની આવક પર તમારે કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે.

7

નવી દિલ્હીઃ સામાન્ય બજેટમાં સરકારે વ્યક્તિગત આવક વેરામાં કરદાતાને રાહત આપી છે. જો તમે રોકાણની છૂટનો પૂરો ઉપયોગ કરો છો તો તમે 7.5 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર ટેક્સ નહીં આપવો પડે. આગળ વાંચો કેવી રીતે તમે 7.5 લાખની આવક પર ટેક્સ છૂટનો લાભ લઈ શકો છો.

  • હોમ
  • બિઝનેસ
  • હવે 7.5 લાખ રૂપિયાની આવક પર નહીં આપવો પડે કોઈ ટેક્સ, બચતની આ છે નવી ફોર્મ્યૂલા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.