કેવી-રીતે કરશો ટૂ-વ્હીલરમાં સીએનજી કીટ, પાયલોટ પ્રોજેક્ટ શરૂ
ટૂવ્હીલર વાહનોમાં ઑટોમેટિવ રિસર્સ એસોસિએશન ઑફ ઈંડિયા (એઆરએઆઈ) દ્ધારા સ્વીકૃત સીએનજી રિટ્રોફિટમેંટ કિટ લગાવવામાં આવશે. સરકાર દ્ધારા આપવામાં આવેલી જાહેરાતોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, તેનાથી પ્રદૂષણ ઉત્સર્જન ખૂબ ઓછું થઈ જશે.
સૂત્રો પ્રમાણે, સીએનજી સ્કુટરનું નિર્માણ હોંડા કંપની કરશે. સ્કૂટરમાં 1-1 કિલોના બે સીએનજી સિલેંડર લાગેલા હશે. 1 કિલો સીએનજીથી સ્કૂટર 120 કિલોમીટર સુધીની માઈલેજ આપવાની આશા છે.
સરકારે ટૂવ્હીલરમાં સીએનજીથી ચલાવવાના કાર્યક્રમને આજે શરૂઆત કરાવી હતી. કેંદ્ર પ્રદૂષણ નિયંત્રણને લાવવામાં વિભિન્ન ઉપાયો કરી રહ્યું છે. જેના કારણે ટૂંક સમયમાં ટૂવ્હીલર સીએનજીથી ચાલતા નજરે પડશે. આ વાહનોની એવરેજ પણ 120 કિલોમીટર પ્રતિ કિલો હોવાની આશા છે. જેના કારણે સરકારે આજે ગુરુવારે સીએનજીથી ટૂવ્હીલર ચલાવવા માટે પ્રાયલોટ પ્રોજેક્ટ લૉંચ કર્યો છે.
આ સીએનજી પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કરી હતી. પાયલોટ કાર્યક્રમ મારફતે 50 સીએનજી કિટ ટૂવ્હીલરોને લગાવવામાં આવી હતી. તેમાંથી 10 સીએનજી કિટ લાગેલ ટૂવ્હીલર વાહનોને વેંચીને જાવડેકર અને પ્રધાને અહીં સીજીઓ પરિસરમાં આઈજીએલના ગેસ પંપ ઉપર લીલી ઝંડી દેખાડી હતી.
ધર્મેંદ્ર પ્રધાને કહ્યું- “સરકાર સીએનજીથી ચાલતા ટૂવ્હીલરમાં સબસીડી આપી રહ્યું નથી. આ ટૂવ્હીલર પેટ્રોલથી ચાલનાર ટૂવ્હીલરની સરખામણીમાં 40 ટકા ઓછું ઈંધન વપરાશે. તેના ગ્રાહકોને ઈંધનમાં બચત થશે. પાયલોટ યોજનાના મારફતે સીએનજી કિટ લાગેલ વાહનો ઉપર નજર રાખવામાં આવશે અને તેના અભ્યાસના તારણના આધારે દેશભરમાં ટૂવ્હીલર વાહનોમાં સીએનજી કિટ લાવવાની રૂપરેખા તૈયાર કરવામાં આવશે.