મે મહિનાથી ઓનલાઈન ઉપાડી શકાશે PFના રૂપિયા, માત્ર ત્રણ કલાકમાં પૂરી થઈ જશે પ્રોસેસ
માર્ચના અંત સુધીમાં આ કામગીરી પૂર્ણ થઈ જશે. અમને આશા છે કે હવે દરેક સભ્યોને એપ્રિલથી ઓનલાઈન પીએફ ઉપાડ સુવિધા આપી શકીશું. ઓનલાઈન પીએફ સુવિધા શરૂ થવાથી સભ્યો ઈપીએફઓની વેબસાઈટ પર જઈને પીએફ ઉપાડવા માટે ઓનલાઈન અરજી કરી શકશે. માત્ર ત્રણ કલાકમાં તમારા ક્લેમનું સેટલમેન્ટ થઈ જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈપીએફઓના સેન્ટ્રલ પીએફ કમિશનર ડો. વી.પી. જોયે જણાવ્યું હતું કે અમે ઈપીએફઓનો સભ્યોને ઓનલાઈન પીએફ ઉપાડ સુવિધા આપવાની દિશામાં સક્રિય કામગીરી આપી રહ્યા છીએ. આ માટે તમામ ઈપીએફઓ કાર્યાલયને સોફટવેર સાથે જોડવાની કામગીરી ચાલી રહી છે.
નવી દિલ્હીઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)ની પીએફ ઉપાડ અને પેંશન જેવા તમામ દાવાઓના ઓનલાઈન સમાધાનની વ્યવસ્થા મે મહિનાથી શરૂ થઈ જશે. તેની સાથે જ પીએપ ખાતાધારક માટે જટિલ ડોક્યુમેન્ટ કાર્ય કરવાનું નહીં રહે. હાલમાં ઈપીએફઓની ઈપીએફ ઉપાડના ક્લેમ, પેંશન નિર્ધારણનો ઉકેલ અથવા મૃતકના પરિવારજનોને સામૂહિક વીમાનો લાભ ઉપલબ્ધ કરાવવા માટે અંદાજે એક કરોડ અરજી મળી છે.
આ માટે હવે તમને કંપની કે સંસ્થાના ચક્કરો કાપવાં પડશે નહીં. અત્યારે ઈપીએફઓ સભ્યોને પીએફ ઉપાડનું ફોર્મ ભરવું પડે છે અને આ ફોર્મ કંપની કે સંસ્થાના એચઆર વિભાગમાં જમા કરાવવું પડે છે અને આ અરજી સંબંધિત ઈપીએફઓ ઓફિસને મોકલવામાં આવે છે અને ત્યાર બાદ જ પીએફના દાવાનું સેટલમેન્ટ થાય છે અને આ પ્રક્રિયામાં દ્યણો લાંબો સમય લાગે છે.
ઈપીએફઓના સભ્યો જો ૬૦ દિવસથી બેરોજગાર હોય તો પણ તેઓ પીએફ ઉપાડી શકે છે. ઈપીએફઓના સક્રિય સભ્યો ચાર કરોડ છે, જયારે ઈપીએફઓના કુલ સભ્યોની સંખ્યા ૧૭ કરોડ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -