છટણીના સમાચાર અતિશયોક્તિભર્યા છે, ચાલુ વર્ષે 20000 લોકોને નોકરી આપશે ઇન્ફોસિસ
આ મામલે જુદા જુદા એમ્પ્લોઈ યૂનિયનોએ લેબર કમિશન અને રાજ્ય સરકારને આ મુદ્દે હસ્તક્ષેપ કરવા કહ્યું છે. રાવે કહ્યું કે, મને લાગે છે કે છટણીના સમાચાર ખૂબ જ અતિશયોક્તિભર્યા છે. ઇન્ફોસિસે વિતેલા વર્ષે 20,000 લોકોને નોકરી આપી હતી અને ચાલુ વર્ષે પણ આટલા જ લોકોને રોજગારી મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે કહ્યું કે, છટણીને લઈને ફેલાયેલ અફવા પર જો વાત કરીએ તો આ પરફોર્મન્સ આધારિત છે અને અમે દર વર્ષે આમ કરીએ છીએ. આવા લોકની સંખ્યા 300-400 હશે જે વિતેલા વર્ષ જેટલી જ છે. જોકે તેમણે ઇન્ફોસિસના સહ-સંસ્થાપક એનઆર નારાયણમૂર્તિની એ વાત પર પ્રતિક્રિયા આપવાની ના પાડી દીધી જેમાં તેમણે કહ્યું હતું કે, જો કંપનીઓના સીનિયર એક્ઝિક્યૂટિવ પોતાની પગાર ઓછો લે અને ટ્રેનિંગ એપ્લોઈમાં રોકાણ કરો તો નોકરીને સુરક્ષિત રાખવી શક્ય છે.
નવી દિલ્હીઃ ઇન્ફોસિસના સીઓઓ યૂબી પ્રવીણ રાવે કહ્યું કે, મોટી સંખ્યામાં નોકરી ઓછી થવાની વાત અતિશયોક્તિભરી છે. તેમણે કહ્યું કે, કંપનીની યોજના ચાલુ વર્ષે 20,000 લોકોની ભરતી કરવીની છે. રાવે કહ્યું કે, ઇન્ફોસિસ અનેક નોકરીની તકો ઉભી કરી રહી છે અને ટેક્નોલોજી આધારિત પરિવર્તનથી ઇન્ફોસિસ જેવી કંપનીઓ માટે નવી તકો ઉભી થઈ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -