રેલવેએ રિઝર્વ્ડ બર્થ પર ઊંઘવાનો સમય ઘટાડ્યો, હવે રાત્રે 10થી સવારે 6 કલાક સુધી જ ઊંઘી શકાશે
સરક્યુલરમાં આ સાથે જણાવાયું છે કે જે પેસેન્જર માંદા હોય, દિવ્યાંગ હોય અને ગર્ભવતી મહિલા જેવા પેસેન્જર જો ૧૦થી ૬ સિવાય વધારાના સમયમાં ઊંઘવા માગતા હોય તો તેવા પેસેન્જર સાથે અન્ય પેસેન્જરને સહયોગ કરવા વિનંતી કરવામાં આવી છે. રેલવેના એક અધિકારીએ કહ્યું હતું કે ઘણાં પેસેન્જર દિવસ હોય કે રાત, તેમની બર્થ હોય એટલે સૂતા જ રહેતા હોવાની ફરિયાદ થતી રહેતી હતી અને અપર અને મિડલ બર્થના અન્ય પેસેન્જરને બેસવાની જગ્યા મળતી ન હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરેલવે બોર્ડના સરક્યુલર મુજબ રિઝર્વ કોચમાં પેસેન્જર હવેથી રાત્રે ૧૦ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી જ ઊંઘી શકશે. બાકીના સમયમાં તેમણે અન્ય મુસાફરોને તેમની બર્થ પર બેસવા દેવા પડશે. જોકે કેટલાક પેસેન્જર માટે તેમાં અપવાદ રહેશે. અત્યાર સુધી પેસેન્જરને બર્થ પર રાત્રે નવ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી ઊંઘવાની મંજૂરી હતી.
નવી દિલ્હીઃ હાલમાં રિઝર્વ્ડ કોચથી રિઝર્વેશન ચાર્ટ હટાવવાના રેલવેના નિર્ણયની ચર્ચા થઈ રહી છે ત્યારે ભારતીય રેલવેએ મિડલ અને લોઅર બર્થના પ્રવાસીઓની વચ્ચે ઊંઘવાને લઈને ચાલતા ઝઘડાને ખતમ કરવા મટે એક નવો આદેશ જારી કર્યો છે. રેલવે બોર્ડ દ્વારા જારી આ આદેશ અનુસાર, રેલવેયાત્રી હવે પોતાની રિઝર્વ્ડ બર્થ પર રાત્રે 10થી સવારે 6 કલાક સુધી જ ઊંઘી શકશે. ત્યાર બાદ પોતાના સહયાત્રિઓને બર્થ પર બેસવા માટે જગ્યા આપવી પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -