બાબા રામદેવાના તમામ દાવા પોકળ, ક્વોલિટી ટેસ્ટમાં પતંજલિની અનેક પ્રોડ્ક્ટસ ફેલ!
રામદેવેના સહયોગી અને પતંજલિના મેનેજિંગ ડાયરેક્ટર આચાર્ય બાલકૃષ્ણએ પ્રયોગશાળાના અહેવાલને નકારી કાઢ્યો હતો. તેમણે કહ્યું કે, શિવલિંગી બીજ એક પ્રાકૃતિક બીજ છે. અમે એને કેવી રીતે દૂષિત કરી શકીએ. તેમણે કહ્યું કે આ અહેવાલ દ્વારા પતંજલિની છબી ખરાબ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉત્તરાખંડ રાજ્ય સરકાર પ્રયોગશાળાના અહેવાલ અનુસાર, પીએચ વેલ્યૂ-જે પાણીમાં દ્રાવ્ય પદાર્થોમાં રહેલ ક્ષાર માપે છે - આમળા રસમાં નિયત મર્યાદા કરતાં ઓછી મળી આવી હતી. પીએચ વેલ્યૂવાળા સાતથી ઓછી પ્રોડક્ટને કારણે એસિડિટી અને અન્ય બીમારીઓ થઈ શકે છે.
વતેલા મહિને, પશ્ચિમ બંગાળ સાર્વજનિક સ્વાસ્થ્ય પ્રયોગશાળામાં ક્વોલિટી ટેસ્ટમાં નિષ્ફલ રહ્યા બાદ, સશસ્ત્ર દળના કેન્ટીન સ્ટોર ડિપાર્ટમેન્ટ (સીએસડી)એ પતંજલિના આમળા રસના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ અનુસાર વર્ષ 2013થી 2016ની વચ્ચે એકત્ર કરવામાં આવેલ 82 સેમ્પલમાંથી 32 પ્રોડક્ટ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થઈ છે. સાથે જ પતંજલિની દિવ્યા આમલા રસ અને શિવલિંગી બીજ પણ ક્વોલિટી ટેસ્ટમાં નિષ્ફળ રહી છે.
નવી દિલ્હીઃ યોગગુરુ બાબા રામદેવની કંપની પતંજલિની અંદાજે 40 ટકા પ્રોડક્ટ્સ ઉત્તરાખંડ સ્થિત હરિદ્વારના આયુર્વેદ અને યૂનાની કાર્યાલય દ્વારા કરવામાં આવેલ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થઈ છે. આરટીઆઈના જવાબમાં આ ખુલાસો થયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -