અખાત્રીજ પર Paytmએ લોન્ચ કર્યું 'ડિજિટલ ગોલ્ડ', ઘેર બેઠે 1 રૂપિયામાં પણ ખરીદી શકાશે સોનું
શર્માએ કહ્યું કે, તેમનો ટાર્ગેટ છે કે લોકોને એવી સુવિધા આપવામાં આવે જેની મદદથી જેટલી જોઈએ તેટલું રોકાણ કરો. તેમણે કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે લોકોને બચત કરવાની આદત પડે, જેથી લાંબા ગાળે એક સારી એવી રકમ ભેગી થઈ શકે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppPaytmના સંસ્થાપક અને સીઈઓ વિજય શેખર શર્માએ કહ્યું, ભારતીય રોકામ માટે સોનું ખરીદવાનું પસંદ કરે છે. માટે અમે તેમને એક સરળ પ્લેટફોર્મ આપી રહ્યા છે જેની મદદથી તેઓ તાત્કાલીક રોકાણ કરી શકે છે. તેમણે કહ્યું કે, આ પ્રોડક્ટની મદદથી અમારા યૂઝર્સ ઇન્ટરનેશનલ ક્વોલિટીનું ગોલ્ડ બજાર આધારિત કિંમત પર તાત્કાલીક ખરીદી શકશે.
Paytm યૂઝર્સ હવે ઓનલાઈન સોનું ખરીદી શકાશે. જ્યારે લોકો ખરીદેલ સોનાને એમએમટીસી-પીએએમપીની પાસે સુરક્ષિત રાખી શકશે છે, તે પણ કોઈ પણ વધારાના ચાર્જ વગર. ઉપરાંત ખરીદાર પોતાની સોનાની ડિલિવરી ઘરે લેવા માટે વિનંતી પણ કરી શકે છે. સોનીની ડિલિવરી મિનટેડ સિક્કાના રૂપમાં થશે, જેને તમે તરત જ ઓનલાઈન વેચી પણ શકો છો.
નવી દિલ્હીઃ અખાત્રીજના દિવસે દેશની સૌથી મોટી મોબાઈલ પેમેન્ટ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ Paytmએ ડિજિટલ ગોલ્ડ લોન્ચ કર્યું છે. તેની મદદથી તમે શુદ્ધ સોનાની તાત્કાલીક ખરીદી, સંગ્રહ અને વેચી શકશો. ઉપભોક્તા ઘેર બેઠે 1 રૂપિયામાં પણ સોનું ખરીદી શકશે. કંપનીની આ સર્વિસ એમએમટીસી-પીએએમપીની મદદથી શરૂ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -