પેટ્રોલ-ડીઝલ માટે હવે વધુ રૂપિયા ચૂકવવા પડશે, ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ડીલરોનું કમીશન વધાર્યું
નવી દિલ્હીઃ 1લી ઓગસ્ટથી તમારે પેટ્રોલ અને ડીઝલ ખરીદવા માટે વધારે રૂપિયા ચૂકવવા પડશે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ડીલરોના કમીશનમાં વધારો કર્યો છે. ગ્રાહક પેટ્રોલ અને ડીઝલ જે કિંમતે ખરીદે છે તેમાં ડીલરોના કમીશનનો પણ હિસ્સો હોય છે. અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર પેટ્રોલ અને ડીઝલના રોજે રોજ આંતરરાષ્ટ્રીય કિંમત અનુસાર ભાવમાં જે ફેરફાર થાય છે તેમાં 1લી ઓગસ્ટથી વધારો થશે. પેટ્રોલમાં એક રૂપિયો પ્રતિ લિટર વધારો થશે અને ડીઝલની કિંમત 0.72 રૂપિયા વધશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ રીતે પેટ્રોલની કિંમતમાં આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલની કિંમત પ્રમામે જ વધારો કે ઘટાડો થતો રહેશે પરંતુ ડીલરોના કમીશનમાં જે વધારો કરવામાં આવ્યો છે તેના કારણે કિંમતમાં ચોક્કસ વધારો થશે. અંગ્રેજી અખબારે પોતાના અહેવાલમાં ઓલ ઇન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિશનના પ્રેસિડન્ટ અજય બંસલને ટાંકીને કહ્યું છે કે, તેમણે પ્રોફિટ માર્જિનમાં વધારા માટે વિનંતી કરી હતી.
આ પહેલા પ્રોફિટ માર્જિન ઘટવાને લઈને ઓલ ઇન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને હડતાળ પર જવાની ચીમકી આપી હતી. બંસલ અનુસાર, AIPDA સતત પ્રોફિટ માર્જિનમાં વધારાને લઈને વિનંતી કરી રહ્યું હતું કારણ કે ડીલરોના પગાર ખર્ચમાં વિતેલા છ મહિનામાં 42 ટકાનો વધારો થયો છે. ઉપરાંત પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં દૈનિક ધોરણે ફેરફારને કારણે પણ તેમનું પ્રોફિટ માર્જિન પ્રભાવિત થઈ રહ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -