ઉત્તર ભારતના આ છ રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલ થશે સસ્તા, જાણો સરકારે શું કર્યો નિર્ણય.....
બેઠકમાં સામેલ રાજ્યોએ આ નિર્ણય લીધો છે. આ મુદ્દે એક ઉપ સમિતિ રચવામાં આવશે. આગામી 15 દિવસમાં કરના દર એક સરખા રાખવા માટે સલાહ આપશે. બેઠકમાં એ પણ પરિણામ નીકળ્યું છે કે એક સરખા દરોથી વ્યાપારની હેરાફેરી ઉપર રોક લાગશે.
ઉલ્લેખનીય છે કે, પાંચ રાજ્યોના નાણામંત્રીઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશ ચંડીગઢના અધિકારીઓએ આ મામલામાં એક બેઠકમાં ચર્ચા કરી હતી. નિવેદનમાં કહ્યુ હતું કે, બેઠક દરમિયાન પેટ્રોલ-ડીઝલ ઉપર વેટના દર સરખા રાખવા ઉપર સંમતી દર્શાવી હતી.
મંગળવારે રજૂ એક સત્તાવાર નિવેદનમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ ઉપરાંત રાજ્ય દારૂ, વાહનોના રજિસ્ટ્રેશન અને પરિવહન પરમિટ મામલામાં પણ એક સરખો ટેક્સ રાખવા માટે સહમતી દર્શાવી હતી.
નવી દિલ્હીઃ હરિયાણા, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ચંદીગઢ સહિત ઉત્તર ભારતના 6 રાજ્યો પોતાને ત્યાં પેટ્રોલ અને ડીઝલના એક સરખા રેટ રાખવા પર સહમત થયા છે. તેના માટે તમામ છ રાજ્ય પોતાના રાજ્યમાં વેટના દરમાં ઘટાડો કરશે, જેથી પેટ્રોલ અને ડીઝલની કિંમત ઘટાડી શકાય.