....તૈયાર થઈ જાવ! પેટ્રોલ-ડીઝલ થશે વધુ મોંઘા, આ કારણે વધશે ભાવ...
પેટ્રોલ ડીઝલની કિંમતને નિયંત્રિત કરવા માટે પેટ્રોલિયમ મંત્રાલય, ઓઈલ રિફાઈનરીઓને વધેલી કિંમતનો કેટલોક હિસ્સો વહન કરવા માટે કહી શકે છે. તેનાથી ઉપભોક્તાઓ પર બોજ ઓછો પડશે. જોકે, રિફાઈનરીઓનો નફો ઘટવાથી સરકારને પણ તેનાથી મળતી આવકમાં નુકસાન ઉઠાવવું પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓઈલ ક્ષેત્રના નિષ્ણાંતો અનુસાર અમેરિકી શેલ ક્ષેત્રમાં ઉત્પાદન વથવાથી થોડી રાહત છે. પરંતુ કિંમત 90 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. જુલાઈ 2009માં ક્રૂડ ઓઈલની આંતરરાષ્ટ્રીય કિંમત 147 ડોલર પ્રતિ બેરલ પર હતી. તેનાથી કેન્દ્ર અને રાજ્ય સરકાર પર પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સમાં ઘટાડો કરવાનું દબાણ વધી ગયું છે.
સૌથી મોટા ઉત્પાદક દેશ રશિયા અને ઓપેકે ક્રૂડ ઓઈલના દૈનિક ઉત્પાદન પર 2 ટકા કાપ મુકવાનો નિર્ણય કર્યો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, ટ્રેડ વોર અને કોરિયન દેશોમાં તણાવ ઘટવાથી પણ ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારો થઈ શકે છે. જો ક્રૂડ ઓઈલ મોંઘુ થશે તો પેટ્રોલ-ડીઝલની કિંમતમાં પણ તેજી આવશે.
તમને જણાવીએ કે, વર્ષ 2017માં ક્રૂડ ઓઈલની સરેરાશ કિંમત 47.56 ડોલર પ્રતિ બેલર હતી જે એપ્રિલ 2018માં વધીને 76.60 ડોલર પ્રતિ બેરલે પહોંચી ઈ છે. ઓઈલ મંત્રાલયની પેટ્રોલિયમ યોજના અને વિશ્લેષ શાખા અનુસાર ક્રૂડ ઓઈલની સરેરાશ કિંમત એક મહિનામાં 63.80 ડોલરથી વધીને 76.84 ડોલર પ્રતિ બેરલની સાથે 13 ડોલર વધી ગઈ છે.
નવી દિલ્હીઃ ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમત રેકોર્ડ ઉંચાઈ પર પહોંચવાની નજીક છે. અત્યાર સુધી દિલ્હીમાં પેટ્રોલ ચાર મહનાની ટોચે છે તો ડીઝલ રેકોર્ડ ઉંચાઈ પર પહોંચી ગયું છે. આજના ભાવ અનુસાર પેટ્રોલ 73.95 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 64.82 રૂપિયા પ્રતિલિટર પર વેચાઈ રહ્યું છે. પેટ્રોલ અને ડીઝલની કિંમત રેકોર્ડ ઉંચાઈ પર પહોંચ્યા છે ત્યારે ખાડી દેશો અને ઓઈલ નિકાસકાર સંગઠન ઓપેક અને રશિયાએ ઉત્પાદનમાં કાપનો નિર્ણય કર્યો છે. તેનાથી આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ભડકો થાય તેવી સંભાવના છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -