કેન્દ્ર-રાજ્ય સરકારની જાહેરાત બાદ પણ ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલ 5 રૂપિયા સસ્તું ન થયું! જાણો વિગતે
નોંધનીય છે કે, કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલી દ્વારા પેટ્રોલ-ડિઝલના ભાવમાં 2.5 રૂપિયાના ઘટાડાની જાહેરાત બાદ ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પેટ્રોલ-ડિઝલના ભાવમાં રાહત આપતા કહ્યું કે, ગુજરાત પણ પેટ્રોલ અને ડિઝલ બંન્નેની કિંમતોમાં 2.50 રૂપિયાનો ઘટાડો કરશે તેથી ગુજરાતમાં ગુરુવારે મોડી રાતથી પેટ્રોલ અને ડીઝલ 5 રૂપિયા સસ્તું થવાનું હતું પરંતુ ગુજરાતના લોકોને પૂરા 5 રૂપિયાનો ફાયદો મળ્યો નહીં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆમ આ રાજ્યોમાં દેખીતી રીતે પેટ્રોલમાં 5 રૂપિયાનો ઘટાડો થવો જોઈએ. જોકે ગુજરાતની વાત કરીએ તો જાહેરાત પ્રમામે ભાવ ઘટાડાનો લાભ લોકોને મળ્યો નથી. કારણ કે ગુજરાતમાં કુલ 5 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો નથી. કારણ કે અમદાવાદમાં 5 રૂપિયાની જગ્યાએ પેટ્રોલની કિંમતમાં 4.59 રૂપિયા ઘટાડો કરવામાં આવ્યો છે. ભાવ ઘટાડાની જાહેરાત કરવામાં આવી હતી એ દિવસે અમદાવાદમાં પેટ્રોલની કિંમત 83.09 રૂપિયા હતી જે 4.59ના ઘટાડા બાદ 78.50 રૂપિયા થઈ છે. જ્યારે ડીઝલની વાત કરીએ તો તેમાં પણ 5ને બદલે 4.74 રૂપિયાનો ઘટાડો થયો છે. જે ગુરુવારે 80.98 રૂપિયા હતી અને 4.74 રૂપિયા ઘટીને શુક્રવારે 76.24 રૂપિયા છે.
અમદાવાદઃ કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ પેટ્રોલ-ડિઝલના ભાવમાં 2.50 રૂપિયા પ્રતિલીટરે ઘટડો કરવાની જાહેરાત બાદ ભાજપ શાસિત રાજ્યોમાં પણ પેટ્રોલ-ડિઝલના ભાવ ઓછા કરવાની હોડ લાગી હોય તેમ ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ત્રિપુરા અને ઉત્તરપ્રદેશની રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ-ડિઝલના ભાવમાં 2.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -