પેટ્રોલનો ભાવ ટૂંક સમયમાં વધીને સો રૂપિયાની નજીક પહોંચી જશે, જાણો શું છે કારણ ?
નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં રાહતની કોઈજ આશા નથી. વિશ્વ બેંકના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 20 ટકાનો વધારો થવાની શક્યતા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિશ્વ બેંકના એક્ટિંગ ચીફ ઈકોનોમિસ્ટ સાતયનન દેવરાજને કહ્યુ છે કે વૈશ્વિક ગ્રોથ અને માંગમાં વધારો થવાને કારણે ખનીજતેલની કિંમતોમાં વધારાની આશંકા છે. મહત્વપૂર્ણ છે કે હાલ સરકાર એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરવાનો નિર્ણય લઈ શકે તેમ નથી. કારણ કે આનાથી અર્થવ્યવસ્થાનું ગણિત ખોરવવાની સંભાવના હોવાનું માનવામાં આવે છે.
ભારતમાં લગભગ 82 ટકા ખનીજતેલની આયાત કરવામાં આવે છે. વિશ્વબેંકના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2018માં ખનીજતેલની સરેરાશ કિંમત 65 ડોલર પ્રતિ બેરલ રહે તેવું અનુમાન છે. જો કે હાલ ખનીજતેલની બેરલ દીઠ કિંમત 74 ડોલરના સ્તરે પહોંચી છે.
વિશ્વ બેંકે એક રિપોર્ટ કહ્યું કે, ખનીજતેલ, ગેસ અને કોલસાનો જેવી એનર્જી કમોડિટીની કિમતોમાં આ વર્ષે 20 ટકા સુધી વધી શકે છે. જેના કારણે મુંબઈમાં પેટ્રોલની એક લિટરની કિંમત 98.2 રૂપિયા સુધી પહોંચે તેવી શક્યતાઓ પણ વ્યક્ત થઈ રહી છે. એનર્જીની કીમતોમાં થનારી વૃદ્ધીની ભારત પર નકારાત્મક અસર પડી શકે છે. કારણ કે ભારતની મુખ્ય એનર્જી કમોડિટીના આયાત પર વધુ નિર્ભર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -