તમને ખબર પણ ન પડી અને 5% મોંઘા થઈ ગયા પેટ્રોલ-ડીઝલ...
નવી દિલ્હીઃ 2 મહિના પહેલા પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સામાન્ય વધારો પણ થતો તો સમગ્ર દેશમાં ઉહાપોહ મચી જતો હતો. પરંતુ વિતેલા 2 મહિના દરમિયાન પેટ્રોલના ભાવમાં 5 ટકા અને ડીઝલના ભાવમાં પણ અંદાજે 5 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ભાવમાં આટલો બધો ઉછાળો થવાં છતાં તમને ખબર પણ નપડી. આખરે એવું શું થયું કે પેટ્રોલ-ડીઝલ મોંઘા થવા છતાં તમે તેનાથી અજાણ છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડીઝલની વાત કરીએ તો તેની કિંમતમાં પણ પેટ્રોલની જેમ જ ફેરફાર થયા છે. પરંતુ ભાવ 5 ટકા વધી ગયા બાદ પણ ગ્રાહક બેખબર છે. 4 મુખ્ય શહેરોમાં ડીઝલના ભાવ ઉપર તસવીરમાં દર્શાવેલ છે.
કેન્દ્ર સરકારે અંદાજે 2 મહિના પહેલા એટલે કે 16 જૂનથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ ફેરફાર કરવાની નીતિ અપનાવી, તે દિવસથી દરરોજ સવાલે પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ આવતા હતા. રોજ ભાવમાં ફેરફાર થવાને કારણે ગ્રાહક કિંમત પર વધારે ધ્યાન આપતા ન હતા અને ધીમે ધીમે તેના ખીસ્સા ખાલી થવા લાગ્યા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -