50 રૂપિયાની નવી નોટ બહાર પડાય એ પહેલાં મુંબઈમાં એક માણસ પાસે કઈ રીતે પહોંચી ગઈ
ફ્રન્ટ સાઈટ બાજુઃ નોટ પર દેવનાગરી અને અંગ્રેજીમાં 50 રૂપિયા લખ્યું છે. નોટની વચ્ચે મહાત્મા ગાંધીનો ફોટો છે. માઇક્રો લેટરમાં RBI, INDIA અને 50 રૂપિયા લખ્યું છે. સિક્યોરિટી થ્રેડમાં `भारत' અને RBI છે. નોટની જમણી બાજુ અશોક ચિન્હ્ર છે. મહાત્મા ગાંધીનો ફોટો અને ઇલેક્ટ્રોટાઇપ (50) વોટરમાર્કસ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅગાઉ થયેલી જાહેરાત પ્રમાણે નવી નોટમાં રથ સાથેની હમ્પીની તસવીર છે. નોટનો બેઝ કલર ફ્લોરોસન્ટ છે. ગયા મહિને સોશિયલ મીડિયામાં રૂપિયા ૫૦ અને ૨૦૦ની નવી નોટની તસવીરો વાઈરલ બની હતી. આગળની સ્લાઈડ્સમાં વાંચો શું છે ખાસ નવી 50 રૂપિયાની નોટમાં.
નોટની પાછળ બાજુઃ નોટની ડાબી તરફ પ્રિન્ટિંગનું વર્ષ લખ્યું છે. સ્લોગનની સાથે સાથે સ્વચ્છ ભારતનો લોગો છે. લેંગ્વેજ પેનલ છે. હમ્પીના રથનો ફોટો છે. દેવનાગરીમાં 50 લખ્યું છે.
મહાત્મા ગાંધીની સિરિઝવાળી નવી પચાસ રૂપિયાની નોટ સરકાર ટૂંક સમયમાં રિલીઝ કરવાની છે તેવી જાહેરાત થોડા દિવસ પહેલાં કરવામાં આવી છે. જોકે, તે પહેલાં મુંબઈના વ્યક્તિ પાસે રૂપિયા ૫૦ની નોટ આવી જતાં આશ્ચર્ય ફેલાયું છે. આ નોટમાં આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલની સહી પણ છે.
મુંબઈઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ હાલમાં જ 50 રૂપિયાની નવી નોટ લોન્ચ કરી છે. 50 રૂપિયાની આ નવી નોટને હાલમાં સત્તાવાર રીતે જારી કરવામાં આવી નથી. સત્તાવાર બહાર પાડ્યા પહેલા જ મુંબઈના એક વ્યક્તિ પાસે 50 રૂપિયાની નોટ મળી આવી છે. અંગ્રેજી અખબાર ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ પ્રમાણે આ વ્યક્તિનો તેની પાસે ફોટો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -