દેશમાં અહીં મળી રહ્યું છે સૌથી સસ્તું પેટ્રોલ, જાણો ક્યાં મળે છે સૌથી મોંઘું....
ડીઝલની વાત કરીએ તો સૌથી મોંઘું ડીઝલ હૈદ્રાબાદમાં મળી રહ્યું છે. જ્યારે ડીઝલ 79.73 રૂપિયા પ્રતિ લિટર છે કારણ કે ત્યાં ડીઝલ પર વધારે વેટ લાગે છે. ઉપરાંત છત્તીસગઢ, ગુજરાત, તેલંગાણા અને કેરળમાં ડીઝલની કિંમત સૌથી વધારે છે. અમરાવતીમાં એક લિટર ડીઝલ 78.81 રૂપિયા, તિરૂવનંતપુરમમાં 78.47 રૂપિયા રાયપુરમાં 79.12 રૂપિયા અને અમદાવાદમાં 78.66 રૂપિયાએ મળી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે મોંઘા પેટ્રોલની વાત કરીએ મહારાષ્ટ્રના પરબણીમાં સૌથી મોંઘું છે. જ્યારે મુંબઈમાં એક લિટર પેટ્રોલ માટે 88.67 રૂપિયા ચૂકવવા પડે છે. જ્યારે પટનામાં 87.46 અને ભોપાલમાં 87.03 રૂપિયા પ્રતિ લિટરે પેટ્રોલ મળી રહ્યું છે.
પરંતુ તમે જો મેટ્રો સીટીની બહાર જોવા જશો તો ભારતમાં અન્ય એવી અનેક જગ્યાઓ અંડમાન નિકોબાર કે પોર્ટ બ્લેયરમાં સૌથી સસ્તું પેટ્રોલ મળી રહ્યું છે. જ્યારે મહારાષ્ટ્રના પરબણીમાં સૌથી મોંઘું પેટ્રોલ મળી રહ્યું છે. ત્યાં એક લિટર પેટ્રોલની કિંમત 90.45 રૂપિયા છે.
સૌથી સસ્તા પેટ્રોલની વાત કરીએ તો પોર્ટ બ્લેરમાં 69.97 રૂપિયા પ્રિત લિટર, પણજીમાં 74.97 રૂપિયા પ્રતિ લિટર અને અગરતલામાં 79.71 રૂપિયા પ્રતિ લિટરે પેટ્રોલ મળી રહ્યું છે.
જ્યારે સૌથી સસ્તા ડીઝલની વાત કરીએ તો, પોર્ટ બ્લેરમાં 68.58 રૂપિયા પ્રતિ લિટર, ઈટાનગરમાં 70.44 રૂપિયા પ્રતિ લિટર અને આઈઝોલમાં 70.53 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યા છે. નોંધનીય છે કે, અંડમાન નિકોબારમાં પેટ્રોલ અને ડીઝલ પર સૌથી ઓછો વેટ લાગે છે. ત્યાં બન્ને પર 6 ટકા વેટ વસૂલવામાં આવે છે જેના કારણે ત્યાં પેટ્રોલ અને ડીઝલ સસ્તા મળે છે.
નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં થઈ રહેલ વૃદ્ધિ ઘટવાનું નામ નથી લઈ રહી. શુક્રવારે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ 28 પૈસા અને ડીઝલમાં 22 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -