બેંકોમાં હવે રોબોટ આપશે સલાહ, બેંકોને હાઈટેક બનાવવાની તૈયારીમાં RBI
આરબીઆઈના આ રિપોર્ટમાં બેંકિંગ સિસ્ટમમાં ફિનટેકનો ઉપયોગ કરવા પર ભાર મુકાયો છે. આ મુખ્ય રીતે ત્રણ વાતો સામેલ કરવામાં આવી છે. આર્ટિફિશિયલ ઈંટેલિજંસ એઆઈ, બ્લોક ચેન અને ઈંન્ટરનેટ ઓફ થિંગ્સ. આર્ટિફિશિયલ ઈંટેલીજંસની મદદથી ગ્રાહકોને રોબોટની મદદથી સારી સેવાઓ આપવાની યોજના છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેંદ્રીય બેંક ફાઈનાન્શિયલ ટેકનોલોજી દ્વારા બેંકિંગ વ્યવસ્તાને માત્ર સુરક્ષિત જ નહી પરંતુ સરળ બનાવવા માંગે છે. એટલુ જ નહી ઈ-એગ્રીગેટર દ્વારા એક જ જગ્યાએ તમને તમામ બેંકો દ્વારા મળતી માહિતી આપવાની વ્યવસ્થા કરવાની પણ યોજના છે.
નવી દિલ્હી: બેંકોમાં હવે બેંક કર્મચારી નહી પરંતુ એક રોબોટ નાણાકીય સલાહ આપશે. તે આપની બેંકિંગ લેવડ-દેવડ સાથે જોડાયેલી સમસ્યાઓનું સમાધાન કરશે. બીજી તરફ બેંકિંગ સ્તર પર બ્લોક ચેનનો ઉપયોગ કરશે. જેનાથી બેંક તમારી દરેક લેવડ-દેવડની જાણકારી રાખી શકશે.આ તમામ તૈયારીઓ આરબીઆઈ કરી રહ્યું છે. ભારતીય રિઝર્વ બેંકે ફિનટેક અને ડિજિટલ બેંકિંગને લઈને એક રિપોર્ટ તૈયાર કરી છે. આરબીઆઈની વેબસાઈટ પર બેંકિંગને હાઈટેક બનાવવા પર ધ્યાન આપવામાં આવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -