પેટ્રોલ-ડીઝલની કિંમતને લઈને સતત બીજા દિવસે મજાક! જાણો આજે કેટલો કર્યો ઘટાડો
જોકે બુધવારે થોડા સમય માટે પેટ્રોલ-ડીઝલની કિંમત જોઈને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો જોકે આ રાહત થોડા જ કલાક રહી હતી. કારણ કે, આઈઓસીએ પોતાની વેબસાઇટ પર ભૂલથી દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 60 પૈસા અને ડીઝલની કિંમતમાં 56 પૈસાનો ઘટાડો બતાવી દીધો હતો. આખરે સામે આવ્યું હતું કે પેટ્રોલની કિંમતમાં 60 પૈસાનો નહીં પરંતુ ફક્ત એક પૈસાનો ઘટાડો થયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબુધવારે 16 દિવસ સુધી સતત ભાવ વધ્યા બાદ પેટ્રોલની કિંમતમાં એક પૈસાનો ઘટાડો થયો હતો. કિંમતમાં એક પૈસાનો ઘટાડાની જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર લોકોએ ખૂબ મજાક ઉડાવી હતી. 14મીથી સતત પેટ્રોલની કિંમતમાં 3.8 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં 3.38 રૂપિયા પ્રતિ લીટર વધારે થયો હતો.
ગુરુવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 78.42થી ઘટીને 78.35 રૂપિયા પ્રતિ લીટર થઈ હતી, જ્યારે ડીઝલની કિંમત 69.30માંથી ઘટીને 69.25 રૂપિયા પ્રતિ લીટર થઈ હતી. મુંબઈમાં પેટ્રોલની કિંમત 86.16 રૂપિયા પ્રતિ લીટર છે.
નવી દિલ્હીઃ પેટ્રોલ ડીઝલની કિંમતમાં સતત બીજા દિવસે ઘટાડો થયો છે. પેટ્રોલની કિંમતમાં 7 પૈસા પ્રતિ લિટર અને ડીઝલમાં 5 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે 16 દિવસના વધારા બાદ ગઈકાલે પેટ્રોલની કિંમતમાં 1 પૈસાનો ઘટાડો થયો હતો.
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં ઘટાડો જોવા મળતા પેટ્રોલ-ડીઝલમાં ઘટાડો નોંધાયો છે. જોકે 16 દિવસ સુધી સતત વધારા બાદ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કરવામાં આવેલ આ ઘટાડો મજાક સમાન લાગી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -