પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આજે પણ થયો વધારો, મુંબઈમાં પેટ્રોલ લીટરદીઠ 89 રૂપિયાની ઉચ્ચ સપાટીએ
ક્રૂડની બેરલ દીઠ કિંમત 80 ડોલરની આસપાસ છે. આ દરમિયાન ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA)નું કહેવું છે કે, ઈરાન અને વેનેઝુએલાથી તેલની ખપત પૂરી થતી ન હોવાથી ક્રૂડ ઓઈલની કિંમત હજુ વધવાની શક્યતા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિલ્હીમાં ગઇકાલે એટલે કે શુક્રવારે પણ પેટ્રોલનો લીટર દીઠ ભાવ 81.28 અને મુંબઈમાં 88.67 રૂપિયા થયો હતો. શુક્રવારે બંને શહેરોમાં પેટ્રોલના ભાવમાં 28 પૈસાનો વધારો થયો હતો. ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને ડોલરની સરખામણીએ રૂપિયાની નબળાઈના કારણે તેલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરી રહી છે. ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA)એ પણ ઈંધણના ભાવમાં હજુ વધારો થવાનો અંદાજ રજૂ કર્યો છે.
મુંબઈની વાત કરીએ તો પેટ્રોલ 35 પૈસાના વધારા સાથે 89.01 રૂપિયા/લીટરના રેકોર્ડ સ્તરે પહોંચ્યું જ્યારે ડીઝલનો ભાવ 25 પૈસાના વધારા સાથે 78.07 રૂપિયા/લીટર પર પહોંચ્યો છે.
નવી દિલ્હીઃ પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારાનો સિલસિલો યથાવત છે. શનિવારે ફરી એક વખત પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં લીટરદીઠ 35 પૈસા જ્યારે ડીઝલની કિંમતમાં 24 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં ભાવ વધારા બાદ પેટ્રોલની કિંમત લીટરદીઠ 81.63 રૂપિયા થઈ ગઈ છે જ્યારે ડીઝલની કિંમત 73.54 રૂપિયા પ્રતિ લીટર થઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -