✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

...તો હવે રવિવારે નહીં મળે પેટ્રોલ, 10 મે બાદ દર રવિવારે બંધ રહેશે પેટ્રોલ પંપ!

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Apr 2017 12:18 PM (IST)
1

નવી દિલ્હીઃ પેટ્રોલ જીવનની એવી જરૂરિયાત બની ગઈ છે જેના વગર જીવન વિશે વિચારી પણ ન શકાય, અને તેનો અનુભવ પેટ્રોલ પંપની હડતાળ સમયે પણ થાય છે. પરંતુ હવે એવું થવા જઈ રહ્યું છે જેનાથી ઉપભોક્તાઓની મુશ્કેલી વધી શકે છે. પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના રાષ્ટ્રીય એક્ઝિક્યુટિવએ એક મોટો નિર્ણય લીધો છે. કુરુક્ષેત્રમાં થયેલી બેઠકમાં એસોસિએશનએ નિર્ણય લીધો છે કે 10 મે થી દર રવિવારે દેશભરના પેટ્રોલ પંપ બંધ રહેશે.

2

કુરુક્ષેત્રમાં થયેલી આ બેઠકમાં પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના મોટા પદાધિકારી પહોંચ્યા હતા. સાથે આ બેઠકમા ખાદ્ય પૂરવઠો અને વન રાજ્યમંત્રી કર્ણદેવ કંબોજ પણ પહોંચ્યા હતા. કંબોજે પેટ્રોલિયમ એસોસિએશનના પદાધિકારીઓ તરફથી આ બાબતે ચર્ચા કરી અને એમના આ નિર્ણય બાદ એમનાથી દરેક શક્ય એટલી મદદ કરશે એનું આશ્વાસન પણ આપ્યું.

3

જો કે પેટ્રોલ કંપનીઓની પ્રતિક્રિયા હજુ સુધી આ નિર્ણય પર હજુ સુધી આવી નથી પરંતુ ડીલર્સ એસોસિએશનએ સ્પષ્ટ કર્યું છે કે જો પેટ્રોલ કંપનીઓએ આ નિર્ણયને માન્યો નથી તો દેશભરમાં પેટ્રોલ પંપ માત્ર એક શિફ્ટ એટલે કે 8 કલાક સુધી જ ખુલ્લા રહેશે.

4

ઓઈલ કંપનીઓ દ્વારા સતત અવગણના થતી હોવાને કારણે ગુસ્સામાં આવેલ કન્સોરટિયમ ઓફ ઇન્ડિયન પેટ્રોલિયમ ડીલર્સ એટલે કે સીઆઈપીડીએ 10 મે બાદ દર રવિવારે પેટ્રોલ પંપ બંધ રાખવાની જાહેરાત કરી છે. સીઆઈપીડીના રાષ્ટ્રીય એડી સત્યાનારાયણને કહ્યું કે, વર્ષ 2011થી ઓઈલ કંપનીઓ પંપ માલિકોને માર્જિન નથી આપી રહી, જેના કારણે પંપ સંચાલકોને ખોટ થઈ રહી છે. તેનાથી બચવા માટે તમણે સમય સમય પર માર્જિન આપવાની માગ કરી, પરંતુ અધિકારીઓ સતત અવગણના કરતા રહ્યા છે.

5

એટલું જ અહીંથી પણ ઓઈલ કંપનીઓ કોઈ નિર્ણય નહીં કરે તો પેટ્રોલ પંપ રાતે પણ બંધ રાખવામાં આવશે. આ નિર્ણય લાગુ થયા બાદ દેશભરમાં અંદાજે 53,000 પેટ્રોલ પંપો પર માત્ર દિવસે જ પેટ્રોલ અને ડીઝલ મળશે.

6

આ નિર્ણયને કારણે સૌથી વધારે મુશ્કેલી સામાન્ય લોકોને થશે. કહેવાય છે કે, તેનાથી પેટ્રોલ પંપ પર ભીડ તો વધશે જ સાથે જ રવિવારે પેટ્રોલ અને ડીઝલ ન હોવાને કારણે આગલા દિવસ સુધી રાહ જોવી પડશે. સીઆઈપીડીના આ નિર્ણય બાદ ઓઈલ કંપનીઓની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

  • હોમ
  • બિઝનેસ
  • ...તો હવે રવિવારે નહીં મળે પેટ્રોલ, 10 મે બાદ દર રવિવારે બંધ રહેશે પેટ્રોલ પંપ!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.