PM મોદી આજે કરશે આ સ્કીમની શરૂઆત, માત્ર 59 મિનિટમાં જ મળી જશે એક કરોડ રૂપિયાની લોન
મળતી માહિતી મુજબ વધારે વ્યાજ સબસિડીથી લોન સસ્તી થશે અને એમએસએમઈ માટે લોનની માગ વધી શકે છે. પ્રધાનમંત્રી દ્વારા જાહેર કરવામાં આવનાર ઉપાયોગમાં આ સામેલ હોઈ શકે છે. નાણાં મંત્રાલય આ પ્રસ્તાવ પર કામ કરી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએમએસએમઈ સેક્ટરમાં 6.3 કરોડથી વધારે એકમ છે અને 11.1 કરોડ લોકો તેમાંથી રોજગારી મેળવે છે. જીડીપીમાં આ ક્ષેત્રનો ફાળો 30 ટકા છે અને મેન્યુફેક્ચરિંગમાં તેનો હિસ્સો અંદાજે 45 ટકા છે. દેશની કુલ નિકાસમાં આ ક્ષેત્રની ભાગીદારી 40 ટકા સુધી છે. એમએસએમઈ એકમ સામે સૌથી મોટી સમસ્યા સમયસર લોનની સુવિધા મેળવવી છે. કારણ કે મોટા ભાગના એકમો લોન લેવા માટેની યોગ્યતામાં ફીટ નથી બેઠતા.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લઘુ અને મધ્યમ ઉદ્યોગ (એમએસએમઈ) માટે વધારે વ્યાજ સબસિટી સહિત અનેક યોજનાઓની જાહેરાત કરી શકે છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર તેનાથી એમએસએમઈ ક્ષેત્રને ગતિ મળશે અને વધારે રોજગારી ઉભી કરવામાં મદદ મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -