2017થી વીજળીના બિલમાં થશે 500થી 1300નો વધારો, જાણો શું છે કારણ
ઈકરા રેટિંગ્સના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ સબ્યસાચી મજુમદારે ઈટીને જણાવ્યું કે, આ નવા નિયમોના અનુપાલન માટે વીજ ઉત્પાદકોએ મેગાવોટ દીઠ 60 લાખથી 1 કરોડ સુધીનું મૂડી રોકાણ કરવાની જરૂર પડશે જેની કુલ રકમ અંદાજે 1.2 લાખ કરોડ જેટલી થવા જાય છે. આ ખર્ચના પગલે વીજ ઉત્પાદનના ખર્ચમાં યુનિટ દીઠ 13-22 પૈસા સુધીનો વધારો થશે. પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા ડિસેમ્બર 2015માં થર્મલ પાવર પ્રોડ્યુસર્સ માટે ઉત્સર્જનના સુધારેલા નિયમો જારી કર્યાં હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવા નિયમોના પાલન માટે થર્મલ પાવર કંપનીઓ આગામી 2-3 વર્ષમાં આશરે 1.2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે તેમ રિટિંગ એજન્સી ઈકરાએ જણાવ્યું છે. થર્મલ પાવર કંપનીઓને તેમનો આ ખર્ચ ગ્રાહકો પર નાખવાની છૂટ હોવાથી વીજગ્રાહકોને યુનિટ દીઠ 13થી 22 પૈસા વધુ ચૂકવવા પડશે.
નવી દિલ્હીઃ 2017થી નવા ઉત્સર્જનન નિયમો અમલી બનશે. તેના કારણે વીજળી વપરાશ કરતાં ગ્રાહકોના બિલમાં મહિને 500-1300 રૂપિયાનો વધારો થઈ શકે છે. જોકે આ વધારો 300-500 યુનિટ્સ વાપરનાઓને લાગુ થઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -