✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હવે આ ગ્રાહકોને ઘર બેઠાં મળસે બેન્કિંગની સુવિધા, જાણો શું છે નવો નિયમ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Nov 2017 07:19 AM (IST)
હવે આ ગ્રાહકોને ઘર બેઠાં મળસે બેન્કિંગની સુવિધા, જાણો શું છે નવો નિયમ
1

નવી દિલ્હીઃ રિઝર્વ બેંકે ગુરુવારે બેન્કોને નિર્દેશ આપ્યા છે કે તે 70 વર્ષ અથવા તેનાથી વધારે ઉંમરના વરિષ્ઠ નાગરિકો તથા દિવ્યાંગ લોકોને ચાલુ વર્ષે ડિસેમ્બર અંત સુધીમાં તેના ઘરના દરવાજે બેન્કિંગ સુવિધા આપવાનો પ્રયત્ન કરે.

2

બેંકોને આદેશ આપવામાં આવ્યો છે કે, આવા લોકોને કેશની લેવડ-દેવડ, ચેકબુક અને ડિમાન્ડ ડ્રાફ્ટ જેવી સુવિધા ઘર સુધી આપવામાં આવે. નોટિફિકેશ રજૂ કરતા RBIએ જણાવ્યું કે, ‘બેંકોમાં સીનિયર સીટિઝન અને દિવ્યાંગોને હતોત્સાહિત કરવામાં આવતા હોય તેવું ઘણીવાર નોંધવામાં આવ્યું છે. આ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને બેંકોને સલાહ આપવામાં આવે છે કે, તે મૂળભૂત બેંકિંગ સુવિધાઓ આપવા માટે સંયુક્તરૂપે કામ કરે.’ RBIનો આ આદેશ બેંકો ઉપરાંત સ્મોલ ફાયનાન્સ અને પેમેન્ટ્સ બેંકો માટે પણ છે.

3

નોટિફિકેશનમાં આગળ જણાવવામાં આવ્યું છે કે, ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ‘જીવન પ્રમાણ’ યોજના ઉપરાંત પેન્શનર્સ લાઈફ સર્ટિફિકેટને પેશન ચુકવનારી બેંકની કોઈપણ બ્રાન્ચમાં જમા કરાવી શકાય છે. RBIએ બેંકોને કહ્યું છે કે, તમામ સેવિંગ્સ એકાઉન્ટ હોલ્ડર્સને દર વર્ષે ઓછામાં ઓછા 25 ચેકવાળી ચેકબુક મફતમાં ઉપલબ્ધ કરાવે.

  • હોમ
  • બિઝનેસ
  • હવે આ ગ્રાહકોને ઘર બેઠાં મળસે બેન્કિંગની સુવિધા, જાણો શું છે નવો નિયમ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.