હવે તમે ઘર બેઠા ખરીદી શકશો ટ્રેનની જનરલ ટિકિટ, રેલવેએ લોન્ચ કરી નવી એપ
રેલવેએ ભાડા સિવાયની આવક નીતિ રજૂ કરી જેના દ્વારા વર્ષે 2000 કરોડ રૂપિયાની આવકનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. આ નીતિમાં ટ્રેનો, લેવલ ક્રોસિંગ તથા ટ્રેકની આસપાસના વિસ્તારનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવી શકે છે. આ નીતિમાં આવક મેળવવા માટે અનેક યોજનાઓ સામેલ કરવામાં આવી છે. તેમાં ટ્રોનીનું બ્રાન્ડિંગ, રેલ રેડિયો યોજના તથા પ્લેટફોર્મનો ઉપયોગ એટીએમ લગાવવા તથા ઓછી ભીડવાળા પ્લેટફોર્મને લગ્ન અથવા શિક્ષણના કાર્ય માટે ભાડા પર આપવાની યોજના સામેલ છે.
રેલવે મંત્રાલયે આ એપ પર જાહેરાત આપવાની શક્યતાઓ પર વિચાર કરી રહી છે. વધારાની આવક મેળવવા હોટલ, કેબ એગ્રીગેટર્સ અને અન્ય યૂટીલિટી કંપનીઓની સાતે વાતચીત ચાલી રહી છે.
આ એપને કેબ એગ્રીગેટર્સ જેમ કે ઉબર અને ઓલા સાથે લિંક કરવામાં આવશે, જેથી તેના દ્વારા પ્રવાસી કેબ પણ બુક કરાવી શકે છે. આઈઆરસીટીસી રેલ કનેક્ટને હાઈ પરફોર્મન્સ અને સારી સુરક્ષાની સાથે નેક્સ્ટ જનરેશન ઈ-ટિકિટંગ સિસ્ટમ તરીકે વિકસિત કરવામાં આવી છે. તેનાથી ઉપભોક્તાઓને સારી સુવિધા મળશે.
મોબાઈલ એપર ટિકિટનું પેમેન્ટ ઈ-વોલેટ જેમ કે પેટીએમ અને મોબીક્વિક દ્વારા કરી શકાય છે. તેને ગૂગલ પ્લે સ્ટોરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે. આ એપમની મદદથી પ્લેટફોર્મ ટિકિટ અને સીઝન ટિકિટ પણ ખરીદી શકાય છે.
નવી દિલ્હીઃ હવે તમે ટ્રેનની જનરલ ટિકિટ પણ ઘર બેઠે મોબાઈલ દ્વારા બુક કરાવી શકો છો. ઇન્ડિયન રેલવેએ અનરિઝર્વ્ડ ટિકિટિંગ માટે એક નવી એપ આઈઆરસીટીસી રેલ કનેક્ટ UTS (અનરિઝર્વ્ડ ટિકિટિંગ સિસ્ટમ) લોન્ચ કરી છે.