SBI નહીં આ બેંક આપી રહી છે સૌથી સસ્તી લોન, બેસ રેટથી MCLRમાં કન્વર્ટ થવા પર કોઈ ચાર્જ નહીં લાગે
જો તમે 50 લાખ રૂપિયાની હોમ લોન 30 વર્ષ માટે લીધી છે તો વ્યાજ દરમાં 0.7 ટકાનો ઘટાડા બાદ તમારો હપ્તો 2,496 રૂપિયા ઓછો થઈ જશે. આ સમગ્ર લોનના ગાળા દરમિયાન તમને 9 લાખ રૂપિયાની બચત થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમામ ગાળાના MCLR જકમાં 0.55થી 0.75 ટકાના ઘટાડા બાદ હોમ લોનના વ્યાજ દરમાં 0.7 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. નવા દર 7 જાન્યુઆરી 2017થી લાગુ થશે. બેંક ઓફ બરોડાએ હાલમાં જ MCLRના દર 9.05 ટકા ઘટાડીને 8.35 ટકા કર્યા છે.
સૌથી મોટી વાત એ છે કે, કોઈ અન્ય બેંક અથવા હાઉસિંગ ફાઈનાન્સ કંપની પાસેથી લોન લેનાર જો બેંક ઓફ બરોડાની પાસે પોતાની હોમ લોન ટ્રાન્સફર કરાવવા માગે છે તો બેંક તેની પાસેથી કોઈ ચાર્જ નહીં લે.
જો બેંક ઓફ બરોડાના કોઈ ગ્રાહક પોતાની લોનને બેસ રેટથી MCLRમાં કન્વર્ટ કરાવવા માગે છે તો બેંકે સ્વિચિંગ ફી પણ માફ કરી દીધી છે. હાલમાં બેસ રેટથી MCLRમાં કન્વર્ટ કરવા માટે લોન લેનાર વ્યક્તિએ 5,000થી 10,000 રૂપિયા સુધી ચાર્જ ચૂકવવો પડે છે.
બેંક ઓફ બરોડા એવા લોકોને આકર્ષિત કરવા માગે છે જે વધારે વ્યાજ ચૂકવી રહ્યા છે અને બેંક વ્યાજ રમાં કોઈ ઘટાડો નથી કરી રહી. બેંક ઓફ બરોડાના હોમ લોનના દર બેન્કિંગ ઉદ્યોગમાં સૌથી ઓછા 8.35 ટકા છે. એટલું જ નહીં બેંક કાર લોન પણ માત્ર 8.85 ટકા વ્યાજે આપી રહી છે.
નવી દિલ્હીઃ હાલમાં જ તમામ જાણીતી બેંકોએ વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ મહિલાઓ માટે હોમ લોનના રેટ ઘટાડીને 8.6 ટકા અને અન્ય લોકો માટે 8.65 ટકા કર્યા છે. જ્યારે બેંક ઓફ બરોડાએ લોકોને સૌથી સસ્તી હોમ લોનની ઓફર કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -