ટ્રેનમાં મળશે બાળકોને ગરમ અને હાઈજેનિક દૂધ, રેલયાત્રી ડોટ ઇને શરૂ કરી મિલ્ક ડિલીવરી સર્વિસ

ટ્રેન યાત્રા દરમિયાન દૂધ ઓર્ડર કરવું ખૂબ જ સરળ છે. રેલયાત્રીની એપ દ્વારા કોઈપણ સમયે અને કોઈપણ જગ્યાએ ઓર્ડર કરી શકાય છે. ઓર્ડર બાદ આ દૂધને ટ્રેનમાં યાત્રીની સીટ સુધી પચોંડવામાં આવશે. દૂધ ખરીદનાર માટે અહીં જુદા જુદા પેમેન્ટ ઓપ્શન પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ ટ્રેન યાત્રા સંબંધિત સંપૂર્ણ સમાધાન ઉપલબ્ધ કરાવતી RailYatri.inએ ટ્રેનમાં નાના બાળકો માટે મિલ્ક ડિલીવરી સર્વિસ શરૂ કરી છે. ભારતમાં પ્રથમ વખત ગરમ દૂધને વિશિષ રીતે ડિઝાઈન સ્પિલ-પ્રૂફ થર્મો પેકેજીસમાં ડિલીવર કરવામાં આવશે. બાળકો માટે આ દૂધ રેલયાત્રી એપ દ્વારા ઓર્ડર કરી શકાશે અને તેને શરૂઆતમાં કેટલાક નક્કી સ્ટેશનો પર જ ડિલીવર કરવામાં આવશે.
રેલયાત્રી ડોટ ઇનને એક સર્વેમાં જાણકારી મળી છે કે 80 ટકાથી વધારે કેસમાં ટ્રેન યાત્રીઓને ટ્રેન પેન્ટ્રી કાર અથવા રેલવે સ્ટેશન પર બેબી ફૂડ અથવા દૂધ ઉપલબ્ધ નથી હોતું. ટ્રેન પેન્ટ્રી કારમાં દૂધની ઉપલબ્ધતા સ્વાસ્ત્યની દૃષ્ટિથી અનુકૂળ નહીં હોતું, જે એક મોટી સમસ્યા છે.
માતા-પિતા સામાન્ય રીતે બાળકો માટે બેબી ફૂડ અને દૂધ સાથે લઈને ચાલતા હોય છે. પરંતુ ટ્રેનમાં મોડું થવું અથવા કોઈ ઇમરજન્સી સ્થિતિમાં બેબી ફૂડ સાથે રાખવાનું ભુલાઈ જવાની સ્થિતિમા તમારે બાળક માટે દૂધની ચિંતા કરવી નહીં પડે. રેલયાત્રીએ સર્વશ્રેષ્ઠ સ્થિતિમાં દૂધ ડિલીવરી કરવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
નાના બાળકોની સાથે ટ્રેન પ્રવાસ થોડો મુશ્કેલીભર્યો હોય છે. અમારો પ્રયાસ છે કે, ટ્રેન યાત્રા દરમિયાન બાળકોને ભૂખથી પીડાવું ન પડે, તે સુનિશ્ચિત કરવાનો છે. આ દૂધ હાઈજેનિક, સ્પિલ પ્રૂફ પેકેજિંગમાં ડિલીવર કરવામાં આવશે.