RBIએ વ્યાજ દરમાં ઘટાડો કરવાની સાથે ખેડૂતો માટે શું કરી મોટી જાહેરાત, જાણો વિગત
નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના વ્યાજ દરો પર નિર્ણય લેનારી મોનિટરી પોલિસી કમિટીએ રેપો રેટમાં 25 બેસિક પોઇન્ટ ઘટાડી 6.50થી 6.25 ટકા કર્યો છે. આ નિર્ણય બાદ સામાન્ય લોકો માટે બેન્કની લોન સસ્તી થવા અને ઈએમઆઈ ઘટવાની આશા વધી ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિઝર્વ બેન્કે ઓક્ટોબર-ડિસેમ્બર જીડીપી 7.5 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. બીજી તરફ, નાણાકિય વર્ષ 2020માં જીડીપી ગ્રોથનું 7.4 ટકા રહેવાનું અનુમાન છે. જ્યારે એપ્રિલથી સપ્ટેમ્બર માટે ગ્રોથનું અનુમાન 7.2-7.4 ટકાની વચ્ચે રહી શકે છે.
આરબીઆઈએ મોટો ફેંસલો લેતા ખેડૂતોને મળનારી લોનની લિમિટ પણ વધારી છે. હવે ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર 1.60 લાખ રૂપિયા સુધીની લોન મળી શકશે. આ પહેલા આ લિમિટ 1 લાખ રૂપિયા હતી. આ માટે ટૂંક સમયમાં નોટિસ જાહેર કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -