RBIએ વ્યાજ દરમાં 0.25%નો વધારો કર્યો, લોન થશે મોંઘી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Aug 2018 02:48 PM (IST)
1
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સામાન્ય લોકને એક મોટો ઝાટકો આપ્યો છે. બેંકે વ્યાજ દરમાં 0.25 ટકાનો વધારો કર્યો છે. રેપો રેટ 0.25 ટકા વધીને 6.5 ટકા થયો છે. જ્યારે રિવર્સ રેપો રેટ 0.25 ટકા વધીને 6.25 ટકા કર્યો છે. જ્યારે કેશ રિઝર્વ રેશિયો એટલે કે સીઆરઆર 4 ટકા પર અને એસઆલઆર 19.5 ટકા પર સ્થિર રાખવામાં આવ્યા છે.
2
વ્યાજ દરમાં થયેલા વધારાની અસર તમારા ગજવા પર પણ પડશે. રેપો રેટ વધવાથી બેંક તમારી હોમ લોન અને ઓટો લોન સહિતની લોનના વ્યાજ દરમાં વધારો કરી શકે છે. તેના કારણે તમારા લોનના હપ્તાની રકમ વધી જશે.
3
આ પહેલા આરબીઆઈએ જૂનમાં રેપો રેટમાં વધારો કર્યો હતો. ત્યારે આરબીઆઈએ 0.25 ટકાનો વધારો કર્યો હતો. મોદી સરકારના 4 વર્ષના કાર્યકાળમાં જૂનમાં પ્રથમ વખત એવું બન્યું હતું જ્યારે આરબીઆઈએ રેપો રેટના દરમાં વધારો કર્યો હતો.