મોંઘવારીનો મારઃ સબસિડીવાળા સિલિન્ડરના ભાવમાં થયો આટલો વધારો
જ્યારે સબસિડી વાળા રાંધણગેસમાં 1.76 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. હવે 14.2 કિલોના બાટલાના 496.26 રૂપિયાને બદલે 498.2 રૂપિયા ચૂકવવા પડશે. ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશને જણાવ્યું હતું કે, વૈશ્વિક બજારોમાં કિંમતમાં ફેરફાર થવાને કારણે તેમજ ડોલરની તુલનામાં રૂપિયો નબળો પડવાને કારણે રાંધણ ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જોકે, સરકાર તરફથી 14.2 કિલોના 12 સિલિન્ડર પર સબસિડી આપવામાં આવે છે જે સીધી ગ્રાહકના બેન્ક ખાતામાં જમા થાય છે. ગત મહિને રાંધણગેસમાં 2.71 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ વધતી જતી મોંઘવારી વચ્ચે સરકારે સામાન્ય લોકોને વધુ એક ઝાટકો આપ્યો છે. મંગળવારે (31 જુલાઈ)એ સબસિડીવાળા સિલિન્ડરના ભાવમાં 1.76 રૂપિયાનો વધારો કર્યો છે. મંગળવારે મોડી રાત્રે 12 કલાક દિલ્હીમાં સબસિડીવાળા સિલિન્ડરની કિંમત 498.02 રૂપિયા પહોંચી ગઈ છે. જણાવીએ કે આ પહેલા પ્રતિ સિલિન્ડર કિંમત 496.02 રૂપિયા હતી.
સબસિડી વગરના રાંધણ ગેસના ભાવમાં 8 રૂપિયાનો અને કોર્મિશયલ ગેસના બાટલામાં 12 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પહેલા 770 રૂપિયામાં મળતો રાંધણ ગેસના સિલિન્ડરના હવે 778 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે કોર્મિશયલ ગેસના બાટલામાં 12 રૂપિયાનો વધારો થતા હવે રૂપિયા 1382 ચૂકવવા પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -