Idea, Vodafone બાદ Jio સાથે ટક્કર માટે આ 4 કંપનીઓ પણ આવશે એક સાથે, મર્જર માટે વાતચીત શરૂ
આરકોમ, એરસેલ અને એમટીએસનું જોડાણ થાય તો તેના કુલ ગ્રાહકોની સંખ્યા ૨૬ કરોડનો આંકડો વટાવી જશે. એરટેલના ગ્રાહકોની સંખ્યા ૨૬.૬ કરોડ અને વોડાફોન-આઇડિયાના કુલ ગ્રાહકોની સંખ્યા ૩૯ કરોડ હશે. આરકોમ અને બીજી કંપનીઓ સંયુક્ત રીતે આવકમાં ૧૮ ટકા બજારહિસ્સો ધરાવશે જ્યારે એરટેલનો આવકમાં હિસ્સો ૩૧ ટકા અને વોડાફોન-આઇડિયાનો હિસ્સો ૪૨ ટકા હશે. તેથી નવા કોમ્બિનેશન પાસે હરીફાઈ કરવા માટે વધારે ક્ષમતા હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશમાં કુલ ૧૨ કંપની પૈકી ૫.૩ કરોડ ગ્રાહકો ધરાવતી તાતા ટેલિ ગ્રાહકોની દૃષ્ટિએ નવમા સ્થાને છે. જીઓના આગમન પહેલાંથી તે ટેલિકોમ ઉદ્યોગમાં મુશ્કેલ સ્થિતિમાં હતી. તેણે જંગી ખોટ નોંધાવી છે અને તેના પર ઋણનો બોજ સતત વધતો જાય છે. તે કેટલાક સમયથી ખરીદદારની શોધમાં છે પરંતુ વોડાફોન સાથેની વાતચીત તેના ઋણના કારણે નિષ્ફળ ગઈ હતી.
સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, બધી કંપનીઓ સહમત થાય તો આરકોમ, એરસેલ અને એમટીએસની એક સંયુક્ત કંપની રચાશે. તાતા ટેલિનો રૂપિયા ૩૦,૦૦૦ કરોડનો ઋણબોજ મોટો અવરોધ છે. તાતા ટેલિમાંથી એનટીટી ડોકોમોની એક્ઝિટનો કાનૂની પ્રશ્ન પણ હજુ ઉકેલવાનો છે. પ્રારંભિક વાતચીત માત્ર પ્રમોટર્સ વચ્ચે થઈ છે અને કોઈ કન્સલ્ટન્ટને તેમાં સામેલ કરાયા નથી. તાતા ટેલિસર્વિસિસ, તાતા સન્સ અને રિલાયન્સ કોમ્યુનિકેશન્સે આ વિશે ટિપ્પણીનો ઇનકાર કર્યો હતો.
જો આ મર્જર થાય તો ત્યાર બાદ બનનારી ટેલિકોમ કંપની દેશની ત્રીજી સૌથી મોટી કંપની હશે. રિલાયન્સ જિયોના કારણે ગળાકાપ સ્પર્ધા શરૂ થતાં ટેલિકોમ સેક્ટરમાં અન્ય કંપનીઓ મર્જરનો વિચાર કરી રહી છે.
નવી દિલ્હીઃ દેશની ટેલીકોમ સેક્ટરમાં હાલમાં ભારેત ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે. Idea અને Vodafoneના મર્જરના સમાચાર બાદ હવે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને ટાટા ગ્રુપની વચ્ચે એક સંભવિત મર્જરને લઈને પણ વાતચીત શરૂ થઈ ગઈ છે. કહેવાય છે કે, ટાટા ટેલિસર્વિસીસ, આરકોમ-એરસેલ અને એમટીએસનો હિસ્સો બની શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -