✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ધીરૂભાઈ અંબાણીની કઈ ડ્રીમ કંપની સામે નાદારીની પ્રક્રિયા કરવા આદેશ ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 May 2018 02:29 PM (IST)
1

આરકોમનો શેર મંગળવારે 7.8 ટકા ઘટી રૂ. 12.45 બંધ રહ્યો હતો. એનસીએલટીનો આદેશ માર્કેટ બંધ થયા પછી આવ્યો હતો.

2

નવી દિલ્હીઃ અનિલ ધીરૂભાઇ અંબાણી રિલાયન્સ ગ્રુપની મુશ્કેલી ઓછી થવાનું નામ જ નથી લઈ રહ્યું. એક તરફ વિજ્યા બેન્ક તરફથી તેમની સૌથી મોટી કંપની NPAમાં જાહેર કરવામાં આવ્યા પછી ઈનસોલ્વન્સી ટ્રિબ્યુનલે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ સામે બેન્કરપ્સીની પ્રક્રિયા કરવા આદેશ આપ્યો છે. આ હિલચાલથી અનિલ અંબાણીની માલિકીની ટેલિકોમ કંપનીને પ્રચંડ ફટકો લાગશે જે દેવું ઘટાડવા માટે રિલાયન્સ જીઓને તેનો વાયરલેસ બિઝનેસ રૂ. 18,000 કરોડમાં વેચી રહી છે.

3

આરકોમ કંપનીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, આરકોમ અને તેની બે પેટાકંપની રિલાયન્સ ટેલિકોમ લિ અને રિલાયન્સ ઇન્ફ્રાટેલ NCLTના આદેશની રાહ જુએ છે. ઓર્ડરનો અભ્યાસ કર્યા બાદ કંપની આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેશે.

4

એરિક્સનના વકીલ અનિલ ખેરે જણાવ્યું કે, ત્રણેય પિટિશન ગ્રાહ્ય રાખવામાં આવી છે અને એરિક્સને આવતીકાલ સુધીમાં વચગાળાના રિઝોલ્યુશન પ્રોફેશનલનું નામ સૂચવવાનું છે. બુધવારે આ અંગે ફુલ ઓર્ડર આવે તેવી શક્યતા છે જેમાં એરિક્સન રૂ.1,150 કરોડની વસૂલાત કરવા માંગે છે.

5

હવે બુધવાર સુધીમાં આરકોમ જ NCLTના આદેશ સામે જાય તેવી શક્યતા છે. કંપની હાલમાં રૂ. 45,000 કરોડના દેવાના બોજ હેઠળ દબાયેલી છે. ભારતીય ટેલિકોમ માર્કેટમાં તીવ્ર સ્પર્ધામાં તે ટકી શકી નથી અને તેણે 2017માં તેની કામગીરી બંધ કરવી પડી હતી. ગયા ડિસેમ્બરમાં તેણે સ્પેક્ટ્રમ, ટાવર અને ફાઇબર તથા સ્વિચિંગ નોડ્સનું જીઓને વેચાણ કરવાના કરાર કર્યા હતા. પરંતુ હવે આ સોદો પણ અટકી પડે તેવી શક્યતા છે.

6

નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ની મુંબઈ બેન્ચે આરકોમ સામે ફાઇલ કરાયેલી ત્રણ અરજીઓ માન્ય રાખી હતી. આઠ મહિના લાંબી કાનૂની લડાઈ બાદ આ અરજીઓ સ્વિડિશ કંપની એરિક્સને ઈનસોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (IBC) હેઠળ દાખલ કરી છે. બેન્કરપ્સી કોર્ટના નિર્ણયથી આરકોમ, એરસેલ પછી બીજી ટેલિકોમ કંપની બનશે જેની સામે બેન્કરપ્સીની કાર્યવાહી થવાની છે.

  • હોમ
  • બિઝનેસ
  • ધીરૂભાઈ અંબાણીની કઈ ડ્રીમ કંપની સામે નાદારીની પ્રક્રિયા કરવા આદેશ ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.