અનિલ અંબાણીએ મોટા ભાઈ મુકેશ અંબાણી વિશે કહ્યું- ભાઈ સાથે સંબંધ સારા
તેમણે કહ્યું, સ્પેક્ટ્રમ, ફાઇબર, ઇન્ટ્રા સર્કલ રોમિંગ, ટાવર અને ઘણાં અન્ય સેકટરમાં અમારી સ્ટ્રેટેજીક ભાગીદારી છે. જેનાથી સહયોગ, કોસ્ટ સેવિંગ્ઝ વધી શકે છે અને આ સ્ટ્રેટેજીક રોડમેપ છે જે. આગળ પણ યથાવત રહેશે.
અનિલ અંબાણીએ શુક્રવારે મીડિયાને કહ્યું કે, મારા ભાઇ (મુકેશ અંબાણી)ની સાથે સંબંધ ગાઢ, સાર્થક અને સન્માનજનક છે. જેથી આ અંગે કોઇ પણ પ્રકારની અટકળો બેબુનિયાદ છે. રિલાયન્સ કોમ્યુનિકેશન અને રિલાયન્સ જિયોની વચ્ચે રિલેશનશિપને લઇને પૂછવામાં આવેલા સવાલ પર તેમણે કહ્યું કે બન્ને કંપનીઓ અલગ અલગ છે અને ભવિષ્યમાં પણ આમ જ કામ કરતી રહેશે.
અનિલ અંબાણીએ પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું કે, મારા ભાઈ (મુકેશ અંબાણી)ની સાથે સંબંધો ઘણાં જ સારા, સાર્થક અને સમ્માનજનક છે. માટે આ વિશે કોઈપણ પ્રકારની અટકળો થઈ રહી છે તે બિનજરૂરી છે. અંદાજે એક દાયકા પહેલા બન્ને ભાઈઓએ પિતા ધીરૂભાઈ અંબાણી દ્વારા સ્થાપિત કારોબારને એક બીજા વચ્ચે વહેંચી લીધો હતો.
નવી દિલ્હીઃ રિલાયન્સ કોમ્યુનિકેશન્સના ચેરમેન અનિલ અંબાણીએ કહ્યું કે, તેના મોટા ભાઈ મુકેશ અંબાણી સાથે સંબંધો ઘણાં સારા છે. આ અંગે જે કંઈપણ અટકળો થઈ રહી છે તે બિનજરૂરી છે. તેમની વચ્ચે બિઝનેસ સંબંધ હોવા છતાં પણ ટેલિકોમ કંપનીઓ અલગ-અલગ કામ કરી રહે છે.