Jio સામે ન ટકી શક્યા અનિલ અંબાણી, વર્ષના અંત સુધીમાં બંધ કરશે પોતાનો 2જી મોબાઈલ બિઝનેસ
ETના એક રિપોર્ટ પ્રમાણે રિલાયંસ ટેલિકૉમના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ગુરદીપ સિંહ જેઓ પહેલા મોબિલિટી બિઝનેસના CEO પણ હતા. તેમણે કહ્યું છે કે, ‘અમે એક એવી સ્થિતિમાં છીએ કે અમારે 20 દિવસની અંદર જ પોતાનો વાયરલેસ બિઝનેસ સમેટવો પડશે. અમે આ ધંધાને ચાલુ રાખવાના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ તેમ છતા આ બિઝનેસ 30 દિવસ કરતા વધારે સમય સુધી નહીં ચાલી શકે.’ જોકે આ ઑડિયો રેકોર્ડિંગની પ્રામાણિકતાની પુષ્ટિ કરી શકાઈ નથી.એક રિપોર્ટ પ્રમાણે રિલાયંસ કોમ્યુનિકેશનના 37 મિલિયન 3G અને 4G કસ્ટમર્સ જેમાં કંઝ્યુમર બ્રૉડબેન્ડ અને 4G પોસ્ટપેડ ડોંગલ કસ્ટમર્સ પણ સામેલ છે. તે સૌને એન્ટરપ્રાઈઝ બિઝનેસમાં શિફ્ટ કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં જ ટાટા ટેલિસર્વિસને એરટેલ ખરીદી લીધી છે. અનિલ અંબાણીની રિલાયંસ કોમ્યુનિકેશન પોતાની DTH સર્વિસ પણ બંધ કરશે, કારણકે આવતા મહિને જ કંપનીના લાયસન્સની અવધિ સમાપ્ત થવાની છે. એક પ્રાદેશિક અખબારમાં છપાયેલા વિજ્ઞાપન પ્રમાણે રિલાયંસ કોમ્યનિકેશન પોતાની DTH સર્વિસને 18 નવેમ્બરથી બંધ કરવાની છે. તમને જણાવી દઈએ કે આ સર્વિસ Reliance BIG TVના નામથી પણ જાણીતી છે.
રિપોર્ટ્સ પ્રમાણે કંપની મોટાભાગની જીએસએમ સર્વિસ નવેમ્બરના અંત સુધીમાં બંધ કરી દેશે. રિલાયંસ કોમ્યુનિકેશને પોતાના કર્મચારીઓ સાથે એક મેસેજ શેર કર્યો છે જેમાં કહેવાયું છે કે 30 નવેમ્બર એ કંપનીનો આખરી દિવસ હશે. કંપની બંધ થાય તો કદાચ તેઓ બેરોજગાર પણ બની શકે છે.
નવી દિલ્હીઃ બિઝનેસમાં સગો ભાઈ પણ પોતાનો નથી હોતો. આ કહેવત આજે સાચી સાબિત થઈ રહી છે. અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની નવી ટેલીકોમ કંપની રિલાયન્સ જિઓના કારણે એક બાજુ સમગ્ર ટેલીકોમ સેક્ટર જ સંકટમાં છે ત્યારે નાના ભાઈ અનિલ અંબાણીને પોતાનો બિઝનેસ બંધ કરવો પડી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -