આ કંપનીના શેર ખરીદનાર થયા માલામાલ, એક વર્ષમાં આપ્યો 40% નફો
નિષ્ણાંતોના જણાવ્યાનુસાર, રિલાયન્સ જીયો ઈન્ફોકોમ કમાણીના મામલામાં દેશની બીજી મોટી કંપની બની ગઈ છે. રેવન્યુ માર્કેટ શેર (આરએમએસ) પ્રમાણે રિલાયન્સે હવે વોડાફોન ઈન્ડીયાની જગ્યા લઈ લીધી છે. આ સાથે રેવન્યૂના મામલમાં ભારતી એરટેલ અને રિલાયન્સ જીઓનું અંતર પણ ઓછુ થયું છે. દેશના ગામે-ગામ સુધી પહોંચેલા નેટવર્ક અને એકદમ ઓછા ભાવમાં સર્વિસ ઓફર કરવાના કારણે યૂઝર્સ વચ્ચે તેની લોકપ્રિયતા ખૂબ વધી છે, અને આજ કારણથી કંપનીની કમાણીમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. આથી શેરમાં તેજી આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે મંગળવારે વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. કંપનીનો શેર પ્રથમ વખત 1300 રૂપિયાની સપાટીએ પહોંચ્યો છે. શેર બપોરે સુધીના કારોબારમાં 1323 રૂપિયાની સપાટી સુધી ગયો હતો અને દિવસના અંતે 1322.50ના ભાવે બંધ રહ્યો હતો જે અત્યાર સુધીની સૌથી ઉચ્ચ સપાટી છે.
સ્ટોકમાં આવેલી તેજીને કારણે કંપનીની માર્કેટ કેપ 8.29 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પહેલી કંપની છે, જે 8 લાખ કરોડ રૂપિયાનો માર્કેટ કેપ સુધી પહોંચી હોય.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર છેલ્લા એક મહિનામાં 15 ટકા વધ્યો છે. જ્યારે વિતેલા ત્રણ દિવસમાં તેમાં 2 ટકા તેજી જોવા મળી છે. એટલું જ નહીં આ સ્ટોક 2018ના વર્ષમાં અત્યાર સુધીમાં 40 ટકાથી વધારે નફો કરાવી ચુકી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -