જીયો હવે માત્ર 500 રૂપિયામાં 4G Volte સ્માર્ટફોન લોંચ કરશે, જાણો ક્યારે થઈ શકે છે ફોન લોંચ ?
રિલાયન્સ જીઓ પોતાના ગ્રાહકોને લોન્ચ સમયથી જ ઓછી કિંમતમાં ડેટા અને અનલિમિટેડ કોલ સર્વિસ પુરી પાડશે. ગ્રાહકોને સેવાનો લાભ લેવા માટે દર મહિને રિચાર્જ કરાવવું પડશે. આ વચ્ચે કંપનીએ એક નવી ઓફર રજૂ કરી છે. જેમાં ગ્રાહકોને 4જી ડેટાનો લાભ આપવામા આવશે પરંતુ આ પ્લાન ફક્ત જીઓફાઇ યુઝર્સ માટે જ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિલાયન્સના આ સ્માર્ટફોનનો ફાયદો ખૂબ સસ્તો ફિચર ફોન આપીને 2 જી સેવાનો લાભ લઇ રહેલા ગ્રાહકોને સીધો 4જી સર્વિસ આપવાનો છે. એક રિપોર્ટ પ્રમાણે, જીઓએ એવા લગભગ 2 કરોડ ફોનનો ઓર્ડર આપ્યો છે. જૂલાઇમાં આ ફોન મળશે. જીઓની નજર ભારતના કરોડો યુઝર્સ પર છે જે મોંઘા સ્માર્ટફોનને કારણે 2જી સેવાનો ઉપયોગ કરી રહ્યા છે. જીઓના આ ફિચર ફોન આવવાથી સ્માર્ટફોન ખરીદનારા લોકોમાં ઘટાડો થવાની શક્યતા છે.
વધુમાં રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, જીઓ ટૂંક સમયમાં પોતાના નવા પ્લાનની પણ જાહેરાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણીએ રિલાયન્સ જીઓની 11 એપ્રિલના રોજ ધના ધન ધન ઓફરની જાહેરાત કરી હતી જે આ મહિનાની અંતમાં પૂર્ણ થઇ રહી છે.
નવી દિલ્હીઃ નવ મહિના સુધી 4જી સર્વિસ મફતમાં પુરી પાડી રિલાયન્સ જીઓએ સમગ્ર ટેલિકોમ માર્કેટમાં ખળભળાટ મચાવી દીધો હતો. હવે રિલાયન્સ જીઓ ફક્ત 500 રૂપિયામાં 4G VoLTE ફિચર ફોન બહાર પાડશે. ઇકોનોમિક્સ ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે, રિલાયન્સ આગામી મહિને 4જી સર્વિસ પુરી પાડનારા ફોનને લોન્ચ કરી શકે છે.
HSBC ડિરેક્ટર અને ટેલિકોમ એનાલિસ્ટ રાજીવ શર્માને ટાંકતા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, રિલાયન્સ જીઓ ફક્ત 500 રૂપિયામાં 4જી ફિચર ફોન બજારમાં મુકી શકે છે. આ ફોનને આગામી મહિને યોજાનારી રિલાયન્સ કંપનીની વાર્ષિક બેઠકમાં લોન્ચ કરવામાં આવી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -