Reliance Jioની આ સર્વિસ છે તદ્દન ફ્રી, આ રીતે ઉઠાવો લાભ
જણાવી દઈએ કે, આ સર્વિસ તદ્દન ફ્રી છે. જોકે, ઘણા ગીતો માટે જિયો મ્યૂઝિક એપ પર જિયો ટોન ઉપલબ્ધ નથી.
સૌ પ્રથમ પ્લેસ્ટોરમાં જઈ Jio Music એપ ડાઉનલોડ કરો. હવે એ ગીત સર્ચ કરો જેને તમે પોતાના કૉલર્સને સંભળાવવા માગો છો. તે ગીતને પ્લે કરો. જ્યારે તમે ગીતને પ્લે કરશો ત્યારે તમને Set As Jio Tune નામનું એક ઑપ્શન દેખાશે. ઑપ્શન પર ક્લિક કરો. ક્લિક કરતા સાથે જ તમને બીજીવાર કન્ફર્મેશન માટે પૂછવામાં આવશે. કન્ફર્મ કરતાની સાથે જ તમને જિયો ટોન સર્વિસ એક્ટિવ થયાનો એક મેસેજ આવશે.
જિઓની એન્ટ્રી પહેલા અન્ય ટેકિલોમ કંપનીઓ આ સેવા માટે 30થી 45 રૂપિયા પ્રિત માસનો ચાર્જ લેતી હતી. જિઓએ આ સેવા એકદમ ફ્રી કરી દીધી છે. જોકે જિઓની એન્ટ્રી બાદ અન્ય કંપનીઓ ફ્રીમાં તો નથી આપી રહી પણ પહેલા કરતાં ચાર્જીસ અડધા કરી દીધા છે. જો તમારી પાસે જિઓનું સિમ છે તો તમે નીચે આપેલ સ્ટેપ્સને ફોલો કરીને કોલર ટ્યૂન સેટ કરી શકો છો.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓની એન્ટ્રી થયા બાદ માત્ર ડેટા જ સસ્તો નથી થયો પરંતુ અનેક સેવાઓ પણ ફ્રી આપી છે. આવી જ એક સેવા છે કોલર/હેલો/જિઓ ટ્યૂન. આ સેવામાં તમે તમારી કોલર ટ્યૂનમાં મનપસંદ ગીત સંભળાવી શકો છો.