5 રૂપિયાની કેડબરી ચોકલેટ ખાવ, Jioનો 1GB ડેટા ફ્રી મેળવો....
1 જીબી ફ્રી મળનારો ડેટા તમારા પ્લાનમાં આપવામાં આવેલ ડેટા ઉપરાંત વધારાનો હશે. એક્ટિવ સબ્સક્રાઈબર્સ આ ડેટાને પોતાના એકાઉન્ટમાં મેળવી શકશે અથવા અન્ય જિઓ નંબરને ટ્રાન્સફર કરી શકે છે. આ ઓફર 30 સપ્ટેમ્બર સુધી માન્ય રહેસે. આ ફ્રી ડેટા તમારા એકાઉન્ટમાં 7-8 દિવસમાં ક્રેડિટ થઈ જશે. ધ્યાન રહે કે એક એકાઉન્ટ માટે માત્ર એક જ રેપરનો ઉપયોગ કરી શકાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓફરના નિયમ અને શરતો અનુસાર, 1 જીબી ફ્રી ડેટા મેળવવા માટે 5, 10, 20, 40 અને 100 રૂપિયાની કેડબરી ડેરી મિલ્કના ખાલી રેપરનો ઉપયોગ કરવાનો રહેશે. જો કેડબરી મિલ્ક તમારી પસંદ ન હોય તો તમે 40 રૂપિયાવાળી ડેરી મિલ્ક ક્રેકલ, 40 રૂપિયાવાળી ડેરી મિલ્ક રોસ્ટ, 40 રૂપિયા અથવા 80 રૂપિયાવાળી ડેરિ મિલ્ક ફ્રૂટ એન્ડ નટ અથવા 35 રૂપિયા ડેરી મિલ્ક લીકેબલ્સના ખાલી રેપરનો પણ ઉપયોગ કરી શકો છો.
નવી દિલ્હીઃ પોતાની બીજી એનિવર્સિટીની ઉજવણીમાં રિલાયન્સ જિઓ એવા ગ્રાહકોને ફ્રીમાં 1 જીબી 4જી ડેટા આપી રહી છે જેની પાસે કેડબરી ડેરી મિલ્ક ચોકલેટ છે. ફ્રી ડેટા મેળવવા માટે ગ્રાહકોની પાસે ઓછામાં ઓછી 5 રૂપિયાની રેગ્યુલર કેડબરી ડેરી મિલ્ક ચોકલેડ અથવા ડેરી મિલ્ક ક્રેકર, ડેરી મિલ્ક રોસ્ટ આલમંડ, ડેરી મિલ્ક ફ્રૂટ એન્ડ નટ અથવા ડેરી મિલ્ક લીકેબલ્સ અથવા ખાલી રેપર હોવું જરૂરી છે.
માયજિઓ એપની હોમસ્ક્રીન પર એક બનેર દેખાશે જેમાં ફ્રી ડેટા ઓફર આપવામાં આવી છે. આ બેનર પર ક્લિક કરીને તમારે પાર્ટિસિપેટ નાઉ નું બટન દેખાશે, જેના પર તમારે ક્લિન કરવાનું રહેશે. ત્યાર બાદ તમારે ફ્રી ડેટા મેળવવા માટે ડેરી મિલ્ક ચોકલેટના ખાલી રેપરનું બારકોડ સ્કેન કરવાનું રહેશે.
ગ્રાહકોને ફ્રી ડેટા ઉપરાંત કંપની અન્ય જિઓ સબ્સક્રાઈબર્સને ફ્રી ડેટા ટ્રાન્સફર કરવાની પણ ઓફર આપી રહી છે. આ ઓફર 30 સપ્ટેમ્બર સુધી માન્ય છે. સાથે જ તમને જણાવીએ કે, ફ્રી ડેટા મેળવવા માટે તમારે સ્માર્ટફોનમાં MyJio એપ પણ હોવી જરૂરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -