Jioની ધમાકેદાર ઓફર, માત્ર 49 રૂપિયામાં મળશે અનલિમિટેડ કોલ્સ અને ડેટા, જાણો વિગત
આ ઉપરાંત કંપનીએ રિપબ્લિક ડે ઓફરમાં 98 રૂપિયાવાળા પેકની વેલિડિટી 14 દિવસથી વધારી 28 દિવસ કરી દીધી છે. સાથે 26 જાન્યુઆરીથી પ્રતિદિવસ 500 એમબી ડેટા વધુ આપવાની પણ જાહેરાત કરી છે.
જિઓ ફોન યૂઝર્સ માટેની ઓફર્સ અનુસાર હવે જિઓ ફોનના ગ્રાહકો હવે માત્ર 49 રૂપિયામાં 28 દિવસ સુધી અનલિમિટેડ વોઈસ કોલિંગ અને ડેટાનો લાભ મેળવી શકશે. આ ઓફર 26 જાન્યુઆરીના રોજ લાગુ થશે.
કંપનીના નિવેદન અનુસાર, ‘આ ગણતંત્ર દિવસ પર દેશમાં ફીચર ફોનનો ઉપયોગ કરનારા 50 કરોડ યુઝર્સને ડિજિટલ આઝાદી મળશે.’
કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે, ‘જિઓફોન યુઝર્સ માત્ર 49 રૂપિયામાં 28 દિવસ સુધી મફત વોઈસ કોલ સાથે અનલિમિટેડ ડેટા (1GB હાઈ સ્પીડ)નો ઉપયોગ કરી શકશો.’ જિઓએ 11, 21, 51 અને 101 રૂપિયાના ડેટા પેકની પણ જાહેરાત કરી છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓએ બીજી રિપબ્લિક ડે ઓફર રજૂ કરી છે. જિઓએ આ વખતે ટેલીકોમ ઈતિહાસનો સૌથી સસ્તો પ્લાન રજૂ કર્યો છે. જોકે આ ઓફર માત્ર જિઓ ફોન યૂઝર્સ માટે જ છે. જણાવીએ કે આ પહેલા કંપનીએ પોતાના નવા પ્લાન અપડેટ કર્યા છે જેમાં 98 રૂપિયાથી લઈને 498 રૂપિયા સુધીના પ્લાન સામેલ છે. આ તમામ પ્લાન 26 જાન્યુઆરીથી એટલે કે આજથી લાઈવ થઈ જશે.