સરકારી બેંકમાં ખાતું છે? તો આ સુવિધાનો લાભ તમને ઘરે બેઠા જ મળશે
મોબાઇલ એટીએમઃ જે પણ જિલ્લામાં બેંકોની પાંખી હાજરી છે, તે જિલ્લાને બેંકો સાથે સાંકળવામાં આવશે અને ત્યાં મોબાઇલ એટીએમની સુવિધા આપવામાં આવશે. ઉપરાંત મોબાઇલ એપ અને વેબસાઇટ દ્વારા પણ ફાયનાન્સિયલ સર્વિસ આપવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App10 દિવસમાં મળશે રિફન્ડઃ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવા દરમિયાન જો તમારી સાથે કોઈપણ પ્રકારની છેતરપિંડી થશે તો તમે રિપોર્ટ કરી શકશો. તેના 10 દિવસ દરમિયાન રિફંડ મળી જશે. જોકે આ માટે તમારી ફરિયાદ સાચી હોવી જરૂરી છે.
સીનિયર સિટીઝન-દિવ્યાંગોને લાભઃ બેંક સીનિયર સિટીઝન તથા દિવ્યાંગોને ઘર પર જ બેંકિંગ સર્વિસ આપવામાં આવશે. જે અંતર્ગત દરેક બેંકિંગ ટ્રાન્ઝેક્શન માટે આ સુવિધા તેમને ઘરે બેઠા જ આપવામાં આવશે.
ઘરે બેઠા મળશે આ યોજનાઓનો લાભઃ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અથવા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાની સુવિધા ટૂંક સમયમાં ઘરે બેઠા જ મળશે. આ ઉપરાંત જનધન એકાઉન્ટ, બેસિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ હોલ્ડર્સને 2-2 લાખ રૂપિયાનો વીમો આપવાનું અભિયાન પણ ચલાવવામાં આવશે.
હોમ બેંકિગ સર્વિસઃ તમે ઘરે બેઠા અને મોબાઇલ દ્વારા બેંક એકાઉન્ટ ઓપન કરાવી શકશો. નોમિનેશન ડિટેલ ભરી શકશો. ઓનલાઇન લોન માટે એપ્લાઇ પણ કરી શકશો. હાલ ખાનગી બેંકો તરફથી આવી સુવિધા મળે છે.
નવી દિલ્હીઃ સરકારી બેંકોમાં ખાતું ધરાવતા ખાતેદારો માટે સારા સમાચાર છે. બુધવારે નાણામંત્રી અરૂણ જેટલી અને સરકારના અન્ય અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી બેઠકમાં ન માત્ર બેંકોની હાલત સુધારવાની વાત કરવામાં આવી પરંતુ આ બેંકોની સેવા સુધારવા માટે પણ વાત કરવામાં આવી. જે મુજબ સરકારી બેંકના ખાતેદારોને ઘરે બેઠા બેંકિંગ સુવિધાઓ આપવાની સાથે અનેક ફાયદા પણ મળશે. નાણા મંત્રાલયના સચિવ રાજીવ કુમારે ટ્વિટ કરીને આ સુવિધાઓ અંગે જાણકારી આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -