✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રિલાયન્સ જિઓ DTH સર્વિસ લોન્ચ નહીં કરે, જાણો શું છે કારણ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Mar 2018 10:03 AM (IST)
રિલાયન્સ જિઓ DTH સર્વિસ લોન્ચ નહીં કરે, જાણો શું છે કારણ
1

નવી દિલ્હીઃ વર્ષ 2016માં લોન્ચની સાથે રિલાયન્સ જિઓએ ટોલીકોમ ઉદ્યોગમાં તહેલકો મચાવી દીધો હતો. કંપનીએ લોન્ચ ઓફરમાં 6 મહિના માટે યૂઝર્સને ફ્રી ડેટા અને કોલ ઉપલબ્ધ કરાવ્યા હતા. તેની સાથે જ જિઓએ અન્ય ઉદ્યોગમાં એન્ટ્રી કરવાની અફવાઓએ પણ જોર પકડ્યું હતું. લાંબા સમયથી અહેવાલ હતા કે રિલાયન્સ જિઓ પોતાની ડીટીએચ સેવા ટૂંકમાં જ શરૂ કરવા જઈ રહી છે પરંતુ હવે અહેવાલ મળી રહ્યા છે કે ડીટીએચ સર્વિસ લોન્ચ નહીં કરે.

2

મીડિયા અહેવાલ અનુસાર કંપની તરફથી DTH સર્વિસ લોન્ચ ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે આ સર્વિસ લોન્ચ થતાં પહેલા જ તેને લઈને અનેક સ્કેમ ચલાવવામાં આવી રહ્યા છે.

3

હાલમાં જ એક મેસેજ વાયરલ થયો હતો, જેમાં ‘10 રૂપિયામાં જિઓ આપી રહ્યું છે પ્રથમ 1000 ગ્રાહકોને આજીવન ડીટીએચ ફ્રી, આજેજ કરાવો રજિસ્ટ્રેશન’ એવો દાવો કરવામાં આવતો હતો.

4

ત્યાં સુધી કે હેકર્સે Jio.com જેવી દેખાતી એક સ્પામ વેબસાઈટ http://jiodevices.online/Booknowની લિંક આપી છે. આ વેબસાીટ લિંક દ્વારા યૂઝર્સની જાણકારી ચોરવામાં આવી રહી હતી.

5

આ પહેલા પણ જિઓ DTHની એક કથિત તસવીર સામે આવી ચૂકી છે. જેને લઈને દાવો કરવામાં આવતો હતો કે જિઓ 360 ટીવી ચેનલ ઉપલબ્ધ કરાવશે જેમાં 50થી 60 ચેનલ એચડીમાં હશે.

  • હોમ
  • બિઝનેસ
  • રિલાયન્સ જિઓ DTH સર્વિસ લોન્ચ નહીં કરે, જાણો શું છે કારણ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.