આ એરલાઈન કંપની ભારતમાં શરૂ કરશે સર્વિસ, બિકિનીમાં હોય છે એરહોસ્ટેસ, જાણો
આ એરલાઇન્સ દ્વારા વિદેશોમાં ફ્લાઇટ્સમાં ફેશન શો પણ આયોજિત કરવામાં આવ્યા છે.
આ એરલાઇન વુમન એન્ટરપ્રેન્યોર એન થી ફુયોંગ થાઓ દ્વારા શરૂ કરવામાં આવી હતી. એરલાઇનની એરહોસ્ટેસનો ડ્રોસ કોડ પણ ફુયોંગ થાઓએ પસંદ કર્યો હતો.
કેટલાક દેશો બિકિની એરહોસ્ટેસની વિરુદ્ધમાં હોવાથી આ એરલાઇન દુનિયાની સૌથી વિવાદાસ્પર એરલાઇન પૈકીની એક છે.
હાલ એરલાઇન્સ થાઇલેન્ડ, વિયેતનામ, સિંગાપુર, મલેશિયા, દક્ષિણ કોરિયા, મ્યાંમાર, કંબોડિયા, હોંગકોંગ અને તાઇવાનમાં સેવા આવે છે. વર્ષ 2016માં એરલાઇનને એશિયાની ટોપ 500 બ્રાન્ડ્સમાં સામેલ થઈ હતી.
વર્ષ 2012માં વિયેનામની આ બજેટ એરલાઇન દ્વારા વાર્ષિક કેલેન્ડર પ્રકાશિત કરવાનું શરૂ કર્યું ત્યારથી તેનું નામ બિકિની એરલાઇન પડ્યું. આ કેલેન્ડરમાં ફ્લાઇટ એટેન્ડેન્ટ, પાયલટ અને ગ્રાઉન્ડ સ્ટાફ તરીકે બિકિની પહેરેલી મોડલ્સ જ હોય છે. જોકે તેના કારણે ઘણો વિવાદ થયો હતો. પરંતુ આ પગલાંથી એરલાઇન્સને વિશ્વસ્તરે પ્રસિદ્ધી મળી હતી.
આ સેવા જુલાઈ કે ઓગસ્ટમાં શરૂ થશે. વિયેટજેટ દ્વારા ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત વિયેતનામ-ઇન્ડિયા બિઝનેસ ફોરમમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન ભારત અને વિયેતનામ વચ્ચે રાજકીય સંબંધોની 45મી વર્ષગાંઠ અને રાજકીય સમજૂતીના 10 વર્ષ થવાના અવસર પર કરવામાં આવ્યું હતું.
નવી દિલ્હીઃ વિયેતનામની વિયેતજેટ એરલાઈન તેના ઓરિજનલ નામના બદલે ‘બિકિની એરલાઇન’ના નામથી વધારે જાણીતી છે. આ એરલાઇન ટૂંક સમયમાં જ ભારતમાં સર્વિસ શરૂ કરશે. કંપનીએ કરેલી જાહેરાત મુજબ નવી દિલ્હીથી વિયેતનામના ચી મિન્હ શહેર વચ્ચે પ્રથમ ફ્લાઇટ શરૂ કરવામાં આવશે.